પાર્ટીની સ્થિતિ ઉદ્ધવની શિવસેના વિરુદ્ધ એકનાથ શિંદેની શિવસેનાની થઈ ગઈ છે.
મુંબઇ, મહારાષ્ટ્રમાં રાજકીય ધમાલ ચાલી રહી છે. શિવસેનામાં આંતરિક લડાઈ આરપાર ચાલી રહી છે. હવે પાર્ટીની સ્થિતિ ઉદ્ધવની શિવસેના વિરુદ્ધ એકનાથ શિંદેની શિવસેનાની થઈ ગઈ છે. એકનાથ શિંદેએ ચીફ વ્હિપ તરીકે ભરત ગોગાવલેની નિમણૂક કરી છે અને મુખ્યમંત્રી ઠાકરે દ્વારા નિયુક્ત કરવામાં આવેલી સુનીલ પ્રભુને ગેરકાયદેસર ગણાવી દીધા છે.
આ સાથે-સાથે શિંધેએ મહારાષ્ટ્રના ડેપ્યુટી સ્પીકરને મોકલેલા પત્રમાં કહ્યુ કે સુનીલ પ્રભુ દ્વારા જે વ્હિપ જારી કરવામાં આવ્યું છે તે કાયદા પ્રમાણે ગેરકાયદેસર છે. શિંદે અસલી શિવસેના ખુદને ગણાવી રહ્યાં છે. ૩૪ શિવસેના ધારાસભ્યોએ એકનાથ શિંદેના નેતૃત્વમાં પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા છે.
એકનાથ શિંદેએ ટ્વીટ કરીને કહ્યુ કે શિવસેના ધારાસભ્ય ભરત ગોગાવલેને શિવસેના ધારાસભ્ય દળના ચીફ વ્હિપ બનાવવામાં આવ્યાં છે. કારણ છે કે સુનીલ પ્રભુ દ્વારા ધારાસભ્યોની આજની બેઠકના સંબંધમાં જારી આદેશ કાયદાકીય રીતે અમાન્ય છે.
મહત્વનું છે કે આજે મહારાષ્ટ્રમાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી ઠાકરે બેઠકમાં વર્ચ્યુઅલી હાજર રહ્યા હતા. કેબિનેટની બેઠક પૂરી થયા બાદ શિવસેનાએ પોતાના તમામ ધારાસભ્યોને વ્હિપ જાહેર કર્યું છે. બધાને સાંજે મુખ્યમંત્રીના આવાસ પર પહોંચવાનો આદેશ આપવામાં આવ્યો છે. સાથે કહેવામાં આવ્યું કે જાે કોઈ ધારાસભ્ય નહીં પહોંચે તો તેના પર કાર્યવાહી કરવામાં આવશે. આ બેઠકમાં જે ધારાસભ્યો સામેલ નહીં થાય તેનું સભ્ય પદ જઈ શકે છે.
આ પહેલા એકનાથ શિંદેએ દાવો કર્યો હતો કે તેની તેમની પાસે ૪૬ ધારાસભ્યો છે અને તે અસલી શિવસેના છે. શિંદેએ કહ્યું કે મને બળવાખોર ગણાવવામાં આવી રહ્યાં છે તે ખોટુ છે. અમે બધા લોકો બાલાસાહેબના ભક્ત છીએ, શિવસૈનિક છીએ.
શિવસેનામાં બે ફાડ થતી જાેવા મળી રહી છે. પક્ષપલ્ટાના કાયદાનો પણ ડર નહીં રહે. આવી જ રીતે ઉદ્ધવના હાથોમાંંથી મહારાષ્ટ્રની સત્તાની સાથે સાથે શિવસેનાની કમાન પણ શિંદે ખેંચી લેશે ?
શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેની આગેવાનીમાં ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ જે રીતે બગાવત થઈ છે, તેને લઈને ફક્ત સરકાર પર જ નહીં, પણ પાર્ટી પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે. શિવસેનાના લગભગ ૪૦ ધારાસભ્યો મહારાષ્ટ્રથી પહેલા ગુજરાત અને હવે ગુવાહટી પહોંચી ગયા છે. આ ધારાસભ્યો એ છે, જે ઉદ્ધવ ઠાકરે સરકારથી નારાજ છે.
ત્યારે આવા સમયે બળવાખોર નેતા મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારને પાડવા માટે ભાજપનું સમર્થન કરી રહ્યા છે. ભાજપે ઉદ્ધવ સરકાર અલ્પમત હોવાનો દાવો કર્યો છે. પણ ખુદ સરકારના ગઠન મુદ્દા પર હાલમાં વેટ એન્ડ વોચના મૂડમાં છે.
૨૦૧૯માં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાના ૫૬ ધારાસભ્યો જીતી આવ્યા હતા, જેમાંથી એક ધારાસભ્યનું નિધન થઈ ગયું હતું. તેને લઈને ૫૫ ધારાસભ્યો હાલમાં શિવસેના પાસે છે. એકનાથ શિંદેનો દાવો છે કે, તેમની સાથે ૪૦ ધારાસભ્યો છે. ત્યારે આવા સમયે આ તમામ ૪૦ ધારાસભ્યો જાે શિવસેનાના છે, તો પછી ઉદ્ધવ ઠાકરે માટે સંકટ બહું મોટુ છે. આવી જ રીતે એકનાથ શિેદે જાે કોઈ એક્શન લેશે તો પક્ષપલ્ટા કાયદા અનુસાર કાર્યવાહી પણ નહીં થાય.
હકીકતમાં જાેઈએ તો, પક્ષપલ્ટો કાયદો કહે છે કે, જાે કોઈ પાર્ટી પાસે કુલ ધારાસભ્યોમાંથી બે-તૃત્યાંશથી ઓછા ધારાસભ્યો બળવો કરે છે તો તેમને અયોગ્ય ઠેરવી શકાય છે. આ હિસાબે જાે શિવસેનાની પાસ હાલમાં વિધાનસભામાં ૫૫ ધારાસભ્યો છે, તેથી પક્ષપલ્ટાના કાયદાથી બચવા માટે બળવાખોર જૂથને ઓછામાં ઓછા ૩૭ ધારાસભ્યોની જરૂર પડશે. જ્યારે શિંદેએ પોતાની સાથે ૪૦ ધારાસભ્યો હોવાનો દાવો કર્યો છે. તેથી ઉદ્ધવ પાસે ફક્ત ૧૫ ધારાસભ્યો જ રહેશે. આવી જ રીતે ઉદ્ધવથી વધારે શિંદેની સાથે શિવસેનાના ઘારાસભ્યો ઉભા હોય તેવું દેખાઈ રહ્યું છે.
૧૯૬૭માં સામાન્ય ચૂંટણી બાદ ધારાસભ્યો એક પાર્ટીથી બીજી પાર્ટીમાં જવાથી કેટલાય રાજ્યોમાં સરકારો પડી ગઈ હતી. ત્યારે આવા સમયે ૧૯૮૫માં રાજીવ ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકાર પક્ષપલ્ટો કાયદો લઈને આવી. સંસદે ૧૯૮૫માં સંવિધાનની દશમી અનૂસૂચિમાં તેને જગ્યા આપી. પક્ષ પલ્ટા કાયદા અનુસાર ધારાસભ્યો અને સાંસદોની પાર્ટી બદલવા પર લગામ લગાવામાં આવી. તેમાં એવું પણ જણાવામાં આવ્યું કે, પક્ષપલ્ટાના કારણે તેમનું સભ્યપદ પણ ખતમ થઈ શકે છે.
જાે કે, સાંસદો અને ધારાસભ્યોના જૂથને પક્ષ પલ્ટો કરીને સજાના દાયરામાં આવ્યા વિના બીજી પાર્ટીમાં સામેલ થવાની મંજૂરી છે. તેની સાથે કોઈ પાર્ટીના ૨/૩ ધારાસભ્ય અથવા સાંસદ બીજી પાર્ટી સાથે જવા માગે છે તો તેમનું સભ્યપદ ખતમ થતું નથી. મહારાષ્ટ્રમાં આવી જ સ્થિતિ બનેલી છે. શિવસેનાના ૨/૩ ધારાસભ્યો હવે એકનાથ શિંદે સાથે છે. જેને લઈને ઉદ્ધવ સરકારના હાથમાંથી બાજી સરકી ગઈ છે. ત્યારે આવા સમયે ઉદ્ધવના હાથમાં સરકાર તો ઠીક પાર્ટી પણ જતી રહેશે.hs2kp