નોર્થ કોરિયા પાસે મિસાઇલો માટે અબજાે ડોલરના સ્ત્રોતનો ચોંકાવનારો ખુલાસો
નવીદિલ્હી, ઉત્તર કોરિયા વિશ્વના એવા કેટલાક દેશોમાંથી એક છે જ્યાં અન્ય દેશોના લોકો તેના વિશે બહુ ઓછા જાણે છે. કિમ જાેંગ ઉન દ્વારા શાસિત આ દેશની સરહદો દાયકાઓથી સીલ કરવામાં આવી છે. આ જમીન પર ઈન્ટરનેટ જેવી કોઈ વસ્તુનો પત્તો નથી. આ દેશમાં ના તો કોઈ બહારની વ્યક્તિ જઈ શકે છે અને ના તો ત્યાંના લોકોને બહારની દુનિયા વિશે કોઈ માહિતી મળે છે.
કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ત્યાંના લોકોની હાલત ખૂબ જ ખરાબ છે અને ત્યાં મોટી વસતી ગરીબી અને ભૂખમરાની સપડાયેલ છે. પરંતુ દુનિયાને ઉત્તર કોરિયા વિશે કોઈ માહિતી મળે તો પણ ત્યાં પરમાણુ કાર્યક્રમો, રોજેરોજ બેલેસ્ટિક મિસાઈલ પરીક્ષણો, હજારો કિલોમીટર દૂર આવેલા પાડોશી દેશ દક્ષિણ કોરિયાથી લઈને અમેરિકા સુધી મિસાઈલ હુમલાની ધમકીઓ.. કિમ જાેંગ ઉનની આ ગુપ્ત દુનિયામાં અસંતુષ્ટ લોકોને વિવિધ પ્રકારની સજાઓ મળી રહી છે.
ઉત્તર કોરિયા તેના પરમાણુ કાર્યક્રમટ્ઠોને લઈને ૨૦૦૬થી આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોનો સામનો કરી રહ્યું છે. દુનિયાભરના લોકોના મનમાં એ પ્રશ્ન હંમેશા ઉદભવે છે કે એવો દેશ જે ના તો અન્ય કોઈ દેશ સાથે વેપાર કરે છે, ના તો કોઈ દેશ સાથે જાેડાયેલો હોય, ના તો ઉદ્યોગ કે બહુરાષ્ટ્રીય કંપનીઓ તેની પહોંચ ધરાવે છે. આવી સ્થિતિમાં ઉત્તર કોરિયા પાસે દરરોજ નવી મિસાઈલ બનાવવા તેમના પરીક્ષણો અને પરમાણુ કાર્યક્રમો માટે આવતા સેંકડો અબજાે ડોલર ક્યાંથી આવી રહ્યા છે? યુએનના લેટેસ્ટ રિપોર્ટમાં આ અંગે ઘણા ખુલાસા થયા છે.hs2kp