Western Times News

Gujarati News

વાહનો લીધા વગર જ ૯ બેંકમાંથી ૧.૨ કરોડ રૂપિયાની વ્હીકલ લોન લીધી!

મુંબઈ,મહારાષ્ટ્રના પુણે શહેરમાં છેતરપિંડીનો એક ગજબ કેસ સામે આવ્યો છે. આ કેસમાં હાલ પોલીસ તપાસ કરી રહી છે. દત્તાવાડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસની તપાસમાં માલુમ પડ્યું છે કે મુખ્ય આરોપીએ નવ જેટલી સહકારી બેંકોને ૧ કરોડ રૂપિયાથી વધારેનો ચૂનો લગાડ્યો છે. પોલીસે આરોપી સામે છેતરપિંડી સહિત અનેક કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. કોર્ટે આરોપીની આગોતરા જામીન અરજી પણ ફગાવી દીધી છે.

અહેવાલ પ્રમાણે આરોપી વિક્રમ ઇંગલે બોગસ ઇ્‌ર્ં અને વીમા દસ્તાવેજ બનાવ્યા હતા અને બોગસ શોરૂમના નામે બેંકમાં જમા કર્યાં હતા. બેંક તરફથી લોન મળ્યા બાદ આરોપી પૈસા કાઢી લેતો હતો. ઇંગલેએ કથિત રીતે આવી જ રીતે નવ બેંકો સાથે ૧.૨૩ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. ક્રાઇમ બ્રાંચને આશંકા છે કે આ ઘટનામાં આંતરરાજ્ય ટોળકીની સંડોવણી હોઈ શકે છે.

ઇંગલે વિરુદ્ધ એક બેંકમાં તરફથી દાખલ કરવામાં આવેલી ફરિયાદ પ્રમાણે ઇંગલે તેમજ અન્ય ગુનેગારોએ જૂન ૨૦૧૯માં મહિન્દ્રા ઠેંફ ૫૦૦ માટે વ્હીકલ લોન માટે અરજી કરી હતી. આ માટે તેણે સહ્યાદ્રી મોટર્સ તરફથી જાહેર કોટેશન અને રજિસ્ટ્રેશન નંબર, ઇનવોઇસ અને ઇન્શ્યોરન્સ પેપર સહિત અનેક દસ્તાવેજ રજૂ કર્યા હતા.

આ રીતે આરોપીને લોન મંજૂર થઈ હતી. જાેકે, તે ચૂકવણી કરવામાં નિષ્ફળ રહ્યો હતો. તેણે કૉલ કે ઇમેઇલનો જવાબ આપ્યો ન હતો. આ માટે બેંકે તપાસ શરૂ કરી હતી.આ મામલે પબ્લિક પ્રોસિક્યુસર પુષ્કર સપ્રેએ જણાવ્યું કે, “પ્રોસિક્યૂટરે એ બેંકોની યાદી જમા કરી છે, જેની સાથે આરોપીએ બોગસ દસ્તાવેજ સાથે છેતરપિંડી કરી છે. તમામ કેસમાં છેતરપિંડીની રીત એક જેવી જ છે.

આરોપીએ કોટેશન તેમેજ અન્ય નકલી દસ્તાવેજાે સાથે શામરાવ વિઠ્ઠલ સહકારી બેંક, જનકલ્યાણ નગરી સહકારી પટસંસ્થા, સારસ્વત અર્બન કો-ઓપરેટિવ બેંક, સંત સપોનકાકા સહકારી બેંક, ધાયરેશ્વર નગરી સહકારી પટ સંસ્થા, શ્રી શાસ્તાર્જુન નગરી સહકારી પટસંસ્થા, ધનવંતરી નગરી સહકારી પટસંસ્થા, ગુરુદેવ નગરી સહકારી અને યંત્ર નિર્માણ નગરી સહકારી પટસંસ્થામાં જમા કર્યાં હતા. આરોપીએ તમામ બેંકો સાથે કુલ ૧.૨ક રોડની છેતરપિંડી કરી હતી.”hs2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.