ભારતના ૩૮ હજાર ચો. કિમી વિસ્તાર પર ચીનનો કબજાે: સરકારની કબુલાત
નવીદિલ્હી, ચીને છેલ્લા ૬ દાયકાથી કેન્દ્રશાસિત પ્રદેશ લદાખમાં ભારતીય આશરે ૩૮ હજાર ચોરસ કિલોમીટર ભારતીય ક્ષેત્ર પર ગેરકાયદેસર કબજાે કરીને રાખ્યો છે. કેન્દ્ર સરકારે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું કે, પાકિસ્તાને શક્સગામ ઘાટીમાં ૫૧૮૦ ચોરસ કિલોમીટર ભારતીય ક્ષેત્રને ગેરકાયદેસર રીતે કબજે કરેલા વિસ્તારને ૧૯૬૩માં ચીનને આપી દીધો હતો.
તેમણે વધુમાં જણાવ્યું કે, ભારત ક્યારેય કહેવાતા ૧૯૬૩ના ચીન-પાકિસ્તાન બોર્ડર એગ્રીમેન્ટને માન્યતા નથી આપતું અને હંમશા તેને ગેરકાયદેસર અને અમાન્ય ગણે છે. તેનાથી વિપરિત જમ્મુ-કાશ્મીર અને લદાખનો તમામ કેન્દ્રશાસિત વિસ્તાર ભારતનો અભિન્ન અને અવિભાજ્ય અંગ છે અને ભારત આ વાતને પાકિસ્તાન અને ચીનને અનેકવાર સ્પષ્ટ કરી ચૂક્યું છે.
દરમિયાન વિદેશ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, ચીને પેન્ગોગ લેક પર બનાવેલા બ્રિજની ગંભીર નોંધ લીધી છે. બ્રીજ એ વિસ્તારમાં બનાવવામાં આવ્યો છે જ્યાં ચીને ૧૯૬૨થી ગેરકાયદેસર કબજાે જમાવ્યો છે. વી. મુરલીધરને કહ્યું કે, સરકારે ગેરકાયદેસર કબજાને ક્યારેય સ્વીકાર્યું નથી.
સરકારે જણાવ્યું હતું કે ગત ૧૨ જાન્યુઆરીએ બન્ને દેશોના સિનિયર કમાન્ડરો વચ્ચે બેઠક યોજાઈ હતી જેમાં બન્ને દેશ મડાગાંઠ ઉકેલવા માટે પગલાં ભરશે. સરકારે સ્પષ્ટ કર્યું હતું કે અરૂણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે. સરકારે લદ્દાખ સરહદે ગતિવિધિઓ પર ચાંપતી નજર હોવાની ખાતરી પણ આપી હતી.HS2KP