આશ્રયના બિલ્ડર કેવલ મહેતા વિરૂધ્ધ રૂ.૧.૩૦ કરોડની છેતરપીંડીની ફરિયાદ
ઈલેકટ્રીકનું કામ કરાવ્યા બાદ કોન્ટ્રાક્ટરને રૂપિયા આપવાને બદલે ધમકી આપતા
|
અમદાવાદ : અમદાવાદ શહેરના સાબરમતિ વિસ્તારમાં બનાવવામાં આવી રહેલ એક ફલેટની સ્કીમમાં કોન્ટ્રાક્ટરો દ્વારા ઈલેકટ્રીકના કામનો કોન્ટ્રાક્ટ અપાવવામાં આવ્યો હતો અને કોન્ટ્રાક્ટ મુજબ ઈલેકટ્રીકનું કામ પૂર્ણ કર્યા બાદ રૂપિયાની માંગણી કરતા બિલ્ડરોએ કોન્ટ્રાર્ક્ટરને ના પાડી દીધી હતી અને ઉઘરાણીએ આવેલા કોન્ટ્રાર્ક્ટરને ધાકધમકી આપતાં સનસનાટી મચી જવા પામી છે. આ અંગે કોન્ટ્રાર્ક્ટરે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરના સેટેલાઈટ વિસ્તારના જાધપુર રોડ ઉપર સુધા-કલશ એપાર્ટમેન્ટમાં રહેતા જીજ્ઞેશભાઈ જનકભાઈ મહેતા નામના ઈલેકટ્રીકના કોન્ટ્રાર્ક્ટરે કાળી ગામમાં સર્વે નં.૬૧ માં બિલ્ડર કેવલ ભંવરલાલ મહેતાની કંપની તથા અન્ય કંપનીએ તેમની સાથે તેમના બંધાનારી સ્કીમમાં ઈલેકટ્રીકનું કામ કરવાનો કોન્ટ્રાર્ક્ટ કર્યો હતો અને આ અંગે ભાવતાલ પણ નક્કી કરવામાં આવ્યો હતો. કામ શરૂ કરતાં પહેલાં ૬૦ ટકા પેમેન્ટ ચેકથી અને ૪૦ ટકા પેમેન્ટ રોકડમાં આપવાનું નક્કી કરાયુ હતુ. આ ઉપરાંત ૪૦ ટકા આ જ સ્કીમમાં બનતા ફલેટમાં રોકાણ કરવાનું નક્કી કરાયુ હતુ.
ઈન્ફ્રાસ્પેસ લીમીટેડના ડાયરેક્ટર તરીકે મોહિત અશોકભાઈ અને કેવલ મહેતાની પત્ની જીગીશા મહેતા આ કંપનીમાં ડાયરેક્ટર તરીકે કામ કરી રહ્યા છે. ભાવતાલ નક્કી થયો ત્યારે સાઈડ ઈન્ચાર્જ મૂળચંદ પણ હાજર હતા. અને તેમણે પોતાની જીજ્ઞેશ ઈલેકટ્રીકલના લેટરપેડ પર લખાણ પણ કયુ ર્હ તુ. અને તેમાં કેવલ મહેતા અને તેમની સહીઓ કરેલી હતી.
આશ્રય ૧૦માં એક બ્લોકમાં કુલ પ૬ ફલેટો આવેલા છે. આ ઉપરાંત આ સ્કીમમાં અન્ય બ્લોકમાં પણ નક્કી કરાયેલા કામ મુજબ તેમણે ઈલેકટ્રીકનું કામ પૂર્ણ કર્યુ હતુ. આ ઈલેકટ્રીકનું કામ ૧-૩-ર૦૧૭ થી ૩૦-૩-૧૯ સુધી કર્યુ હતુ. અને આ માટે કુલ રૂ.૧.૭૪ કરોડ થયા હતા. જે પૈકી રૂ.૪૩.૬૩નો ચેક આપવામાં આવ્યો હતો. બાકીનું પેમેન્ટ પછી આપવામાં આવશે એવું જણાવવામાં આવ્યુ હતુ.
નક્કી થયા મુજબ તેમણે ૪૦ ટકા રકમ નીમિતે ફલેટો બુકીંગ ફોર્મ ભરાવવામાં આવ્યા હતા. જેમાં મારી સહીઓ પણ છે. પરંતુ ઈન્ફ્રાસ્પેશ પ્રા.લી.ના ભાગીદારો તથા માલિકોએ સહીઓ કરી આપી નથી. કંપની પાસેથી બાકી નીકળતા કુલ રૂ.૧.૩૦ કરોડ ની ઉઘરાણી તેઓ સતત કરતા હતા. છેલ્લે તેઓ જ્યારે ઉઘરાણી કરવા ગયા ત્યારે બિલ્ડરો દ્વારા તેમને હાથ-પગ તોડાવવાની ધમકી આપી હતી જેથી તેનાથી ગભરાઈ જઈને જીજ્ઞેશભાઈ મહેતાએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં રૂ.૧.ર૯ કરોડની છેતરપીંડીની ફરીયાદ નોંધાવી છે.
ફરિયાદી જિજ્ઞેશભાઈ મહેતાએ બિલ્ડરો દ્વારા કરવામાં આવેલાં કરારોની નકલ પણ પોલીસને સુપ્રત કરી છે. આ ઉપરાંત અન્ય દસ્તાવેજા પણ રજૂ કર્યાં છે. આટલી મોટી રકમ બિલ્ડર દ્વારા આપવામાં નહીં આવતાં જિજ્ઞેશભાઈ મહેતા ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયાં છે. એટલું જ નહીં પરંતુ રૂપિયાની ઉઘરાણી કરવા જતાં બિલ્ડરોએ તેમના બાઉન્સર દ્વારા માર મારવાની ધમકીથી તેઓ ગભરાઈ ગયાં છે. અને આખરે પોલીસની મદદ લેવાનો નિર્ણય કર્યાે હતો.
પોલીસ ફરિયાદ દરમ્યાન તેમણે આશ્રય સ્કીમમાં કયા કયા ફ્લેટોનું ઈલેક્ટ્રીકનું કામ કર્યું છે તે વિગતો પણ રજૂ કરી છે. પોલીસ અધિકારીએ આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે અને આ છેતરપિંડીની ફરિયાદમાં સમગ્ર ઘટનાની તપાસ હેન્ડ કોન્સ્ટેબલ દિપકસિંહ સૂર્યસિંહને સોંપવામાં આવી છે. તપાસનીસ અધિકારીએ હવે આ કેસમાં બિલ્ડરની પણ પૂછપરછ શરૂ કરવાની તજવીજ શરૂ કરી છે.