અફઘાનિસ્તાનમાં ભૂકંપથી તબાહી, ૧૦૦૦થી વધુ લોકોનાં મોત નિપજ્યા
કાબુલ,ભૂકંપે અફઘાનિસ્તાનમાં ભયંકર તબાહી મચાવી છે. સવારમાં આવેલા આ ભૂકંપમાં ત્યાં ૧૦૦૦થી વધુ લોકોના મોત થયા અને ૬૧૦થી વધુ ઘાયલ થયા હોવાની જાણકારી મળી છે. ભૂકંપના આ આંચકા પાકિસ્તાનમાં પણ અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.૧ માપવામાં આવી હતી. યુએસ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) ના જણાવ્યા પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના દક્ષિણપૂર્વમાં હતું.
ભૂકંપની મહત્તમ તીવ્રતા હજુ સુધી નક્કી નથી થઈ શકી. જાેકે, રિક્ટર સ્કેલ પર ૭.૦ અથવા તેનાથી વધુના તીવ્રતા વાળા ભૂકંપને સામાન્યથી ખતરનાક માનવામાં આવે છે. અફઘાનિસ્તાનમાં આવેલો આ ભૂકંપ તેનાથી થોડી જ ઓછી તીવ્રતા વાળો હતો.
અહેવાલ પ્રમાણે ભૂકંપના આંચકા પાકિસ્તાનમાં ઈસ્લામાબાદ સહિત બાકી શહેરોમાં પણ અનુભવાયા હતા. સોશિયલ મીડિયા પર પણ લોકો ભૂકંપની ચર્ચા કરી રહ્યા છે. લોકોએ લખ્યું કે, ભૂકંપના આ આંચકા થોડી સેકન્ડો માટે અનુભવાયા હતા. પરંતુ તેનાથી ડરીને લોકો નાસીપાસ થઈ ગયા હતા.
આ અગાઉ શુક્રવારે પણ પાકિસ્તાનમાં ભૂકંપ આવ્યો હતો. ત્યારે ઈસ્લામાબાદ, પેશાવર, રાવલપિંડી, અને મુલતાનમાં આ આંચકા અનુભવાયા હતા. આ આંચકા ફૈસલાબાદ, એબટાબાદ, સ્વાત, બુનેર, કોહાટ અને મલકાંડીમાં પણ અનુભવાયા હતા.SS2KP