શિવસેના છોડવાનો નથી, કોઈ પાર્ટીમાં જાેડાવાનો નથી: શિંદે
ગૌહાટી, મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર સામે જંગે ચડેલા એકનાથ શિંદેએ ગુવાહાટી એરપોર્ટ ઉપર પત્રકારોને સ્પષ્ટ જણાવ્યું હતું કે પોતે કોઈ પક્ષમાં જાેડાવાના નથી, શિવસેના છોડવાનો કોઈ સવાલ નથી. આ માત્ર હિન્દુત્વની લડાઈ છે અને શિવ સેના સ્થાપક બાળાસાહેબ ઠાકરેએ જે હિન્દુત્વ શીખવ્યું હતું તેના માટે આ લડત ચલાવી રહ્યા છે. Maharashtra: Not to leave Shiv Sena- not to join any party: Shinde
પોતાને ૪૦ જેટલા ધારાસભ્યોનો ટેકો હોવાનો દાવો કરતા, સુરતથી ગુવાહાટી પહોંચેલા શિંદેએ વધુમાં જણાવ્યું હતું કે પોતે કે બળવો કરનારા કોઈ સભ્યોએ શિવ સેના છોડી નથી. પોતે કોઈ પક્ષમાં જાેડવાની તૈયારી નથી કરી રહ્યા. અમારી માંગ એટલી જ છે કે ઠાકરે પણ હિન્દુત્વ તરફ પરત ફરે અને અગાઉ ભાજપ અને સેનાની કે યુતિ હતી તેમાં આવે.
આ નિવેદનોનો સંકેત સ્પષ્ટ છે કે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસને છોડી ભાજપ સાથે પરત ફરે તો જ ઉદ્ધવ ઠાકરે સરકાર બચી શકે છે. સોમવારે સુરત ખાતે શિંદે રોકાયેલા હતા ત્યારે ઉદ્ધવ ઠાકરેના બે દૂતને પણ આવો જ જવાબ મળ્યો હતો. બળવાખોર એકનાથ શિંદેને મનાવવા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના મિલિન્દ નાર્વેકર અને ધારાસભ્ય રવિન્દ્ર ફાટકને સુરત ગયા હતા.
ત્યાં તેમણે એકનાથ શિંદે મુખ્ય પ્રધાનનો સંદેશો પાઠવ્યો હતો. આ લગભગ એક કલાક ચાલી હતી. આ બેઠકમાં નાર્વેકર સમક્ષ એકનાથ સિંદેએ પ્રસ્તાળ મૂક્યો હતો. જેમા ચાર શરત જણાવી હતી. ભાજપ સાથે યુતિ કરશો તો શિવસેના સાથે જાેડાયેલો રહીશ, કોંગ્રેસ-એન.સી.પી. સાથે કરેલી આઘાડી તોડી પાડવી.
દેવેન્દ્ર ફડણવનીસને સીએમ અને તેમને નાયબ મુખ્ય પ્રધાન બનાવવા માગણી કરી હોવાનુંપણ જાણવા મળે છે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેને પહેલાં મુંબઇ આવવા અને અહીં મોકળા મને ચર્ચા કરવા જણાવ્યું હોવાનું કહેવાય છે.SS2KP