ગાંધીગ્રામ સ્ટેશન પર રેલ ટિકિટ રિઝર્વેશનની સુવિધા ફરી શરૂ કરવામાં આવી
મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે દ્વારા ગાંધીગ્રામ સ્ટેશન (Ahmedabad Western Railway Gandhigram Railway Station reservation ticket booking window) પર રેલ ટિકિટ આરક્ષણ સુવિધા કેન્દ્ર (PRS) 23 જૂન, 2022 (ગુરુવાર) થી શરૂ થશે. બોટાદ-ગાંધીગ્રામ ગેજ કન્વર્ઝન વખતે આ આરક્ષણ કેન્દ્ર બંધ કરવામાં આવ્યું હતું.
ગાંધીગ્રામ સ્ટેશન પરનું આરક્ષણ કેન્દ્ર સોમવારથી શનિવાર સુધી સવારે 8:00 વાગ્યે થી રાત્રે 20:00 વાગ્યે સુધી અને રવિવારે સવારે 8:00 વાગ્યે થી 14:00 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.