ચૂૃંટણી જાહેર થાય તે પહેલાં જ રાજકીય પક્ષોમાં ટીકીટ વાંચ્છુઓએ તૈયારીઓ શરૂ કરી દીધી
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, ચૂંટણી નજીકમાં આવે ત્યારે સૌ ટીકીટવાંચ્છુ દાવેદારોને એમ થાય કે આ વખતે તો મારો નંબર જરૂર લાગશે. આવુ માનીને જુદી જુદી વિધાનસભા મત વિસ્તારમાં અમુક હરખપદુડા દાવેદારોએ તો ‘અંડર ગ્રાઉન્ડ’ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.
ચૂંટણીની તારીખ જાહેર થઈ નથી. ભાજપના મોટા માથાઓઓના દાવા અનુસાર ચૂૃટણી સમયસર જ યોજાશે. મતલબ એ કે વહેલી નહીં યોજાય!! આમ, ચૂંટણી ભલે ગમે તે સમયે યોજાય પણ મુરતિયાઓ તો તૈયાર જ હોય છે. દરેક રાજકીય પક્ષોમાં ટીકીટવાંચ્છુઓની મોટી કતાર લાગેલી હોય છે. તેમાંથી જેનો નંબર લાગે તેનો ખુશીનો પાર હોતો નથી. તેથી દરક વિધાન સભા મત વિસ્તારમાં બે-ચાર આગેવાનોે તો જાેવા મળશે જ કે જેમણેે અપેક્ષિત તૈયારીઓ શરૂ કરી દીધી હશે.
થોડા સમય પહેલાં કોંગ્રેસમાંથી ભાજપમાં જાેડાયેલા એક જમીની આગેવાને તો ક્યારની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો થોડા સમય પહેલાં જ ભાજપમાં જાેડાયેલા કોંગ્રેસના એક યુવા નેતાએ તો વિસ્તારમાં લોકસંપર્ક પણ શરૂ કરી દીધો છે.
સામાજીક- ધાર્મિક પ્રસંગોમાં આ યુવા નેતાની હાજરી ઉડીને આંખે વળગે છે.અત્રે ઉલ્લેખનીય છે કે અમુક વિધાન સભામાં કોંગ્રેસમાંથી ભાજપમાં જાેડાયેલા આગેવાનોને પોતાને ટીકી મળશે તેવી આશા રાખી રહ્યા છે. છેલ્લેે તો કોઈપણ રાજકીય આગેવાનોએ આશા-અપેક્ષા સાથે પક્ષપલટો કર્યો હોય તે માની શકાય તેમ છે.
આવુ દરેક રાજકીય પક્ષોમાં થતુ હોય છે. જ્યાં ટીકીટની ખેંચતાણ હોય ત્યાં દરેક ટીકીટવાંચ્છુઓને પોતાને ટીકીટ મળશે એવી લાગણી હોય છે. પરંતુ દરેક રાજકીય પક્ષના હાઈકમાન્ડના ઉમેદવારોની પસંદગીમાં અલગ અલગ ક્રાઈટેરીયા હોય છે.