Western Times News

Gujarati News

પાકિસ્તાન પર દેવુ : એક લાખ કરોડથી વધુની જરૂર

ઇસ્લામાબાદ, જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબુદી બાદ યુદ્ધની સતત ધમકી આપનાર પાકિસ્તાન પોતાની અર્થવ્યવસ્થાના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઇ રહ્યુ છે. ઇમરાન ખાનના નેતૃત્વમાં પાકિસ્તાન સરકાર ખુબ મુશ્કેલીમાં છે. દુનિયાના તમામ દેશો પાસેથી જંગી રકમ લેવામાં આવી હોવા છતાં તેની સ્થિતિમાં કોઇ સુધારો થઇ રહ્યો નથી.દેશના આર્થિક નુકસાનનો આંકડો એટલી હદ સુધી વધી ગયો છે કે આના માટે હવે તેને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની મદદ લેવાની ફરજ પડી શકે છે.

દરમિયાન વિશ્વ બેંકે પોતાના હેવાલમાં દાવો કર્યો છે કે પાકિસ્તાનને પોતાના ચાલુ ખાતાકીય ખાદ્યમાંથી બહાર નિકળવા માટે આશરે એક લાખ ૧૦ હજાર ૩૦૦ કરોડ રૂપિયાની જરૂર છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ અને વર્લ્ડ બેંકની વાર્ષિક બેઠકથી અલગ પાકિસ્તાની પ્રતિનિધીઓથી મળ્યા બાદ વિશ્વ બેંકે કહ્યુ હતુ કે બીજા દેશો સાથે કારોબારના મામલે પાકિસ્તાન વિપરિત સ્થિતિમાંથી પસાર થઇ રહ્યુ છે.

જો સતત વધી રહેલા નાણાંકીય નુકસાનના આંકડાને રોકવામાં નહી આવે તો અર્થવ્યવસ્થા પર જોખમ આવી શકે છે. વર્લ્ડ બેંકના કહેવા મુજબ આ જ કારણસર પાકિસ્તાનને વિદેશી દેશોથી આર્થિક મદદથી ખુબ જરૂર છે. આગામી નાણાંકીય વર્ષ માટે તેની જીડીપી પૈકી પાંચથી છ ટકા હિસ્સો વિદેશથી મળનાર નાણાંકીય સહાયતા મારફતે પૂર્ણ કરવાની જરૂર પડનાર છે. પાકિસ્તાનના પ્રતિનિધીમંડળમાં નાણાં વિભાગના અધિકારીઓ પણ સામેલ હતા. જો કે બેઠક બાદ વર્લ્ડ બેંકે પાકિસ્તાનને સમર્થન જારી રાખવાની જાહેરાત કરી છે.

વિશ્વ બેંકે એમ પણ કહ્યુ છે કે તે વર્તમાન પડકારોને પહોંચી વળવા માટે પાકિસ્તાનની તમામ સહાયતા કરશે. જો કે આ વલણને લઇને કેટલાક દેશો નાખુશ દેખાઇ રહ્યા છે. પાકિસ્તાન પ્રત્યે બેવડુ વલણ અપનાવવામાં આવી રહ્યુ છે.અમેરિકાએ પાકિસ્તાનના ખતરનાક વલણના કારણે તેને હવે સહાયતા પર બ્રેક મુકી દીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.