Western Times News

Gujarati News

બાળા સાહેબે કહ્યું હતું કે શિવસૈનિક કહેશે તો હું પદ છોડી દઈશ

Bala Saheb said that if Shiv Sainik says I will resign

મુંબઈ, લગભગ બે દાયકા પહેલા ૧૯૯૨માં પણ શિવસેનાની અંદર આ પ્રકારની પરિસ્થિતિઓ જન્મી હતી, શિવસેનાની કામ કરવાની પદ્ધતિ સામે સવાલ ઉભા થયા હતા. શિવસેનાના સુપ્રીમો બાલાસાહેબ ઠાકરેએ સાર્વજનિક રીતે પાર્ટીનું પદ છોડવા અને તમામ સંબંધ તોડવાની વાત કહી હતી. Bala Saheb said that if Shiv Sainik says I will resign

બે દાયકા પછી આજે બાબાસાહેબ ઠાકરેના દીકરા ઉદ્ધવ ઠાકરેએ ફણ પિતાના માર્ગે ચાલીને શિવસૈનિકોના કહેવા પર રાજીનામું ધરી દેશે. ૧૯૯૨માં બાળા સાહેબ ઠાકરેએ પાર્ટીના મુખપત્ર સામનામાં લખ્યું હતું, જાે એક પર શિવસૈનિક મારા અને મારા પરિવાર સામે ઉભા થશે અને કહેશે કે મારા કારણે શિવસેના છોડી કે તમે અમને નુકસાન પહોંચાડ્યું તો હું એક પળનો પણ વિચાર કર્યા વગર શિવસેનાના પ્રમુખ તરીકે યથાવત રહેવા તૈયાર નથી.

બાળા સાહેબ ઠાકરેને લઈને એવો પ્રભાવ પાડ્યો કે લાખો શિવસૈનિકો એકત્ર થઈ ગયા. તેમના સમર્થનમાં ઉતરી પડ્યા. ઉદ્ધવે પણ વીસ વર્ષ પછી આ રીતે દાવ રમ્યો છે. ફરક માત્ર એટલો છે કે ઉદ્ધવે કોઈ લેખનો સહારો નથી લીધો પરંતુ સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. ઉદ્ધવે ફેસબૂક લાઈવ કરીને પોતાના સરકારી આવાસ પર ગયા અને ત્યાંથી સામાન લઈને પરિવાર સાથે માતોશ્રી પહોંચી ગયા.

ઉદ્ધવ ઠાકરે બુધવારે ફેસબૂક લાઈવના માધ્યમથી કહ્યું કે આજે કોંગ્રેસ અને એનસીપીના નેતાઓ મને વિશ્વાસ અપાવ્યો છે, પરંતુ મારી પાર્ટીના લોકો મારા પર વિશ્વાસ નથી કરતા તો એવામાં શું કરી શકાય! ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, “વર્ષા (મુખ્યમંત્રીનું સરકારી નિવાસસ્થાન) છોડીને માતોશ્રી (ઉદ્ધવ ઠાકરેનું પોતાનું ઘર) જવાનો છું.

મારું પદ છોડ્યા પછી જાે શિવસેનાના મુખ્યમંત્રી બની રહ્યા છે તો મને ખુશી થશે. ઉદ્ધવે ભાવનાત્મક થઈને કહ્યું કે મને પદનો મોહ નથી. હું મુખ્યમંત્રી બનવા જ નહોતો માગતો, પરંતુ સરકારની સ્થાપના વખતે શરદ પવારે કહ્યું કે NCP અને કોંગ્રેસના ઘણાં વરિષ્ઠ નેતા છે, જે સરકારમાં મંત્રી બનશે, માટે મુખ્યમંત્રી પદની જવાબદારી તમારે જ ઉઠાવવી પડશે, ત્યારે મેં મુખ્યમંત્રી પદની જવાબદારી સંભાળી હતી.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.