કાજોલનું નામ મર્સિડિઝ રાખવા માગતા હતા તેના પિતા
મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ કાજાેલ દિગ્ગજ અભિનેત્રી તનુજા અને દિવંગત ફિલ્મમેકર શોમુ મુખર્જીની દીકરી છે. સોશિયલ મીડિયા પર કાજાેલ ખાસ્સી એક્ટિવ રહે છે.
Kajol’s father wanted to name her Mercedes
હાલ ઈન્ટરનેટ પર કાજાેલનો ૧૯૯૯ની સાલનો એક ઈન્ટરવ્યૂ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક્ટ્રેસ જણાવે છે કે, પિતા શોમુ મુખર્જી તેનું નામ ‘મર્સિડિઝ’ પાડવા માગતા હતા કારણકે તેમને આ નામ ખૂબ પસંદ હતું. આ ઈન્ટરવ્યૂમાં કાજાેલે જણાવ્યું હતું કે, તેમનાં મમ્મી બાળકો માટે કડક સ્વભાવના હતા.
બાળપણમાં કાજાેલે મમ્મીના હાથનો ખૂબ માર પણ ખાધો છે. મહત્વનું છે કે, શોમુ મુખર્જી અને તનુજાએ ૧૯૭૩માં લગ્ન કર્યા હતા. તેમની બે દીકરીઓ છે- કાજાેલ અને તનિષા. અગાઉ કાજાેલે ખુલાસો કર્યો હતો કે, તે સાડા ચાર વર્ષની હતી ત્યારે તેના મમ્મી-પપ્પાના ડિવોર્સ થયા હતા. ૨૦૦૮માં હાર્ટ અટેકના કારણે શોમુ મુખર્જીનું અવસાન થયું હતું. ૧૯૯૯માં કાજાેલે એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે, મારા પપ્પા મારું નામ મર્સિડિઝ રાખવા માગતા હતા.
તેમને મર્સિડિઝ નામ ખૂબ પસંદ હતું. કાર ઉત્પાદિત કરતી કંપની મર્સિડિઝના માલિકે કંપનીનું નામ પોતાની દીકરીના નામ પરથી રાખ્યું હતું. એટલે મારા પપ્પા હંમેશા વિચારતા કે જાે તેમની દીકરી મર્સિડિઝ હોઈ શકે તો મારી કેમ નહીં? મને ખૂબ પ્રેમ મળ્યો છે પરંતુ મને બગાડી નથી. બાળકને બગડવા દેવા જાેઈએ તેવું મારી મમ્મી જરાય નહોતી માનતી. તે ખૂબ કડક સ્વભાવની હતી. જ્યારે પણ હું કંઈ ભૂલ કરતી ત્યારે મને બેડમિન્ટન રેકેટથી મારતી હતી.
જ્યારે પણ કંઈક ખોટું કરું ત્યારે વાસણથી પણ મને માર પડ્યો છે, તેમ કાજાેલે જણાવ્યું હતું. કાજાેલે એક્ટર અજય દેવગણ સાથે લવ મેરેજ કર્યા છે. બંનેની પહેલી મુલાકાત ૧૯૯૫માં ફિલ્મ ‘હલચલ’ના સેટ પર થઈ હતી. છેલ્લે કાજાેલ અને અજય સાથે ફિલ્મ ‘તાનાજીઃ ધ અનસંગ વોરિયર’માં જાેવા મળ્યા હતા.
આ ફિલ્મ સુપરહિટ રહી હતી. કાજાેલ અને અજયના બે બાળકો છે દીકરી ન્યાસા અને દીકરો યુગ. વર્કફ્રંટની વાત કરીએ તો, કાજાેલ છેલ્લે ૨૦૨૧માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ત્રિભંગ’માં જાેવા મળી હતી. હાલ કાજાેલ ‘સલામ વેંકી’ના શૂટિંગમાં વ્યસ્ત છે.SS1MS