ચિન્મયી શ્રીપદા લગ્નના આઠ વર્ષ પછી જોડિયા બાળકોની માતા બની
મુંબઈ, બોલિવૂડ ફિલ્મ ‘ચેન્નઈ એક્સપ્રેસ’નું ગીત ‘તિતલી’ અને ‘ફટા પોસ્ટ નિકલા હીરો’નું ગીત ‘મેં રંગ શરબતોં કા’ ગાનારી સિંગર ચિન્મયી શ્રીપદાના ઘરે બે બાળકોની કિલકારી ગુંજી છે. ચિન્મયી બે જાેડિયા બાળકોની માતા બની છે. સિંગરના ઘરે એક નહીં બે-બે પારણાં બંધાયા છે. ચિન્મયીએ એક દીકરા અને એક દીકરીને જન્મ આપ્યો છે. આ ખુશખબરી ચિન્મયીએ ઈન્સ્ટાગ્રામના માધ્યથી ફેન્સને આપી છે. આ સાથે જ બાળકોની ઝલક પણ બતાવી છે.
આ સાથે જ નામનો પણ ખુલાસો કર્યો છે. ચિન્મયીએ બન્ને બાળકોને અત્યંત યુનિક નામ આપ્યા છે. આ સાથે જ તેણે ખુલાસો આપ્યો કે પ્રેગ્નન્સી દરમિયાન પોતાની એક પણ તસવીર શેર કેમ નહોતી કરી. સિંગર ચિન્મયી શ્રીપદાએ બેબીની તસવીરો શેર કરી છે. એક ફોટોમાં સિંગરે બાળકોનો હાથ પકડ્યો છે, જ્યારે બીજી તસવીરમાં જાેઈ શકાય છે કે ચિન્મયીના ખોળામાં બેબી છે. બન્ને તસવીરો ખૂબ જ સારી છે.
કેપ્શનમાં સિંગરે બન્ને બાળકોના નામનો પણ ઉલ્લેખ કર્યો છે. તેણે લખ્યું છે, દ્રીપથ અને શર્વસ. હંમેશાથી આપણા યુનિવર્સના કેન્દ્ર. સિંગરે જણાવ્યું કે, ઈન્સ્ટાગ્રામ તરફથી તેના અકાઉન્ટને બેન કરી દેવામાં આવ્યુ હતું માટે તે મેસેજના જવાબ નહોતી આપી શકતી. બાળકોના જન્મની ખબર સાંભળીને ફેન્સ તેને પૂછવા લાગ્યા કે આખરે તેણે પ્રેગ્નેન્સીની ખબર કેમ શેર નહોતી કરી, શું આ બાળકોનો જન્મ સરોગસીના માધ્યમથી થયો હતો.
પરંતુ વાસ્તવમાં બાળકોનો જન્મ સરોગસીના માધ્યમથી નથી થયો. ચિન્મયીએ બીજી પોસ્ટમાં કહ્યું કે, લોકો મને મેસેજ કરીને પૂછી રહ્યા છે કે શું આ બાળકો સરોગસીના માધ્યમથી થયા છે, કારણકે મેં પ્રેગ્નન્સીની એક પણ તસવીર શેર નથી કરી. જે લોકો મારા અત્યંત નજીક હતા તેમને જ આ વાતની જાણકારી હતી.
હું પોતાને પ્રોટેક્ટ કરી રહી હતી. સિંગરે આગળ લખ્યું કે, હું મારી પર્સનલ લાઈફ, પરિવાર અને ફ્રેન્ડ સર્કલ બાબતે હંમેશા સતર્ક રહી છું અને રહીશ. મારા બાળકોની તસવીર પણ લાંબા સમય સુધી સોશિયલ મીડિયા પર નહીં આવે. તમને જણાવી દઉં કે, જ્યારે મારા બન્ને બાળકો આ દુનિયામાં આવી રહ્યા હતા ત્યારે સિઝેરિયન દરમિયાન હું ભજન ગઈ રહી હતી.
વધુ જાણકારી પછી, અત્યારે બસ આટલું જ. તમને જણાવી દઈએ કે ચિન્મયી શ્રીપદાએ વર્ષ ૨૦૧૪માં સાઉથ એક્ટર રાહુલ રવીન્દ્રમ સાથે લગ્ન કર્યા હતા. એક વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા પછી તેમણે દક્ષિણ ભારતના રિવાજાે અનુસાર સાત ફેરા લીધા હતા. લગ્નના આઠ વર્ષ પછી તેઓ માતા-પિતા બન્યા છે.SS1MS