મદાલસા શર્મા પતિ સાથે અબુધાબીમાં વેકેશન એન્જોય કરી રહી છે
મુંબઈ, સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હિંદી ટેલિવિઝનમાં પગ મૂકનારી મદાલસા શર્માની પોપ્યુલારિટીનો ગ્રાફ દિવસને દિવસે ઊંચો જઈ રહ્યો છે. પોપ્યુલર સીરિયલ અનુપમામાં કાવ્યાનું નેગેટિવ પાત્ર ભજવી રહી હોવા છતાં ચાહકો અને દર્શકો તરફથી તેને ભરપૂર પ્રેમ મળી રહ્યો છે.
શૂટિંગના વ્યસ્ત શિડ્યૂલની વચ્ચે મદાલસા શર્માએ થોડા દિવસનો બ્રેક લીધો છે અને પતિ મિમોહ ચક્રવર્તી (મિથુન ચક્રવર્તીનો દીકરો) સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા અબુધાબીના વેકેશન પર ઉપડી ગઈ છે.
હાલ બંને ત્યાંના યાસ આઈલેન્ડમાં છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી અને કો-એક્ટર્સ સાથે ફની રિલ્સ અને તસવીરો શેર કરતી એક્ટ્રેસે તેના વેકેશનની ઝલક ફેન્સ સાથે શેર કરી છે. મદાલસા શર્માએ શેર કરેલા વીડિયોમાં, તે બ્લેક ક્રોપ ટોપ, બ્લેક શોર્ટ સ્કર્ટ અને બેઝ કલરના શ્રગમાં જાેવા મળી રહી છે. સાથે તેણે મેચિંગ પર્સ પણ લટકાવી રાખ્યું છે. વીડિયોમાં તેના રિયલ શોર્ટ હેર જાેઈ શકાય છે, વાળમાં તેણે બૉ હેર બેન્ડ લગાવી છે.
આઈલેન્ડની કોઈ જાણીતી રેસ્ટોરાંમાં તેમે પતિ મિમોહ સાથે લંચ લીધું હતું. આ વખતે તેણે કલરફુલ પ્રિન્ટેડ આઉટફિટ પહેર્યું હતું. લંચની ઝલક પણ તેણે દેખાડી છે. જેમાંથી એક પતિ સાથેની સેલ્ફી પણ સામેલ છે. એક્ટ્રેસના ફેન્સ માત્ર ભારતમાં જ નહીં દુનિયામાં પણ છે. બંને જ્યારે લંચ લેવા ગયા ત્યારે તેમને ફેન તરફથી ‘સ્વીટ’ સરપ્રાઈઝ મળી હતી.
ફેને તેને વેનિલા આઈસક્રીમની સાથે ચોકલેટ આઈસક્રીમ મોકલ્યો હતો. સાથે લખ્યું હતું ‘તમને બંનેને મળીને ખુશી થઈ’. એક્ટ્રેસે તેની ઝલક એક વીડિયો ક્લીપમાં દેખાડી છે અને ફેનનો ખાસ આભાર માન્યો છે. મદાલસા શર્મા અને મિમોહ ચક્રવર્તી અગાઉ ત્યારે વેકેશન પર ગયા હતા જ્યારે એક્ટ્રેસનો બર્થ ડે હતો. મિમોહ મદાલસાને બર્થ ડે પર તેના ફેવરિટ ડેસ્ટિનેશન માલદીવ્સ લઈ ગયો હતો. જ્યાં કપલે બર્થ ડેનું સેલિબ્રેશન કર્યું હતું.
મદાલસા શર્મા અને મિમોહ ચક્રવર્તીએ જુલાઈ, ૨૦૧૮માં લગ્ન કર્યા હતા. એકટ્રેસ પહેલા સાઉથ ફિલ્મોમાં કામ કરતી હતી. જાે કે, ત્યાં કંઈ ખાસ સફળતા ન મળતાં સસરા મિથુન ચક્રવર્તીની સલાહ માનીને રાજન શાહીની સીરિયલ ‘અનુપમા’માં કામ કરવા તૈયાર થઈ હતી.
એક ઈન્ટરવ્યૂમાં તેણે રિલ અને રીયલ લાઈફ વચ્ચેની સમાનતા જણાવતાં કહ્યું હતું કે, ‘કાવ્યા રિયલ કેરેક્ટર છે, તે કંઈ પણ કહે છે અને કરે છે તે સ્થિતિ પ્રમાણે હોય છે. અને તેને જીવન પાસેથી શું જાેઈએ છે તેના વિશે તે જાણે છે. હું પણ તેવી છું. પરંતુ હું મારા પરિવારની લાગણીઓ, તેમના મહત્વ અને મૂલ્ય વિશે જાણુ છું. તેથી મને લાગે છે કે કાવ્યા અને મદાલસા શર્માનું મિશ્રણ સુંદર છે’.SS1MS