ગુમ થયેલા ત્રણ બાળકો આખરે પોલીસે શોધી કાઢ્યા
વડોદરા, બે દિવસ પહેલા શહેરના ફતેગંજ પાસેથી શ્રમજીવી પરિવારના ત્રણ બાળકો ગુમ થઇ ગયા હતા. જે બાદ પોલીલ તંત્રએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જે બાદ બુધવારે રાતે ૯ વાગ્યાની આસપાસ ત્રણે બાળકો વડોદરા રેલવે સ્ટેશનના પહેલા ગેટ પાસેથી મળી આવ્યા હતા. જે બાદ પોલીસે ત્રણ બાળકોને તેમના માતાપિતાને સોંપ્યા છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના ફતેગંજ બ્રિજ પાસે રહેતા શ્રમજીવી પરિવારના ત્રણ બાળકો ૨૦મી તારીખે મોડી સાંજે ગુમ થયા હતા. જે બાદ તેમની શોધખોળ કરવામાં આવી હતી. ત્રણે બાળકોનો પત્તો નહી લાગતા ફતેગંજ પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરવા માટે એક ટીમ બનાવી હતી. જ્યારે બીજી કોઈ પોલીસ સ્ટેશનમાં ગુમ થયેલા બાળકો મળી આવ્યા હોય તેવા પોલીસ સ્ટેશનનોના મેસેજની પણ તપાસ કરાવી હતી. અન્ય એક ટીમ રેલવે સ્ટેશન અને એસટી ડેપો જવા જાહેર સ્થળોએ તપાસ કરતી હતી.
નોંધનીય છે કે, ફતેગંજ બ્રિજ પાસે અનેક શ્રમજીવી પરિવાર રહે છે. જે છૂટક મજૂરી કરી પેટનો ખાડો પૂરે છે. આ પરિવારો પૈકી એક પરિવારના ત્રણ બાળકો રમતાં રમતાં અચાનક ગુમ થઇ ગયા હતા. શોધખોળ છતાં બાળકો ન મળી આવતા પરિવારે પોલીસને જાણ કરી હતી.
આ પરિવારજનો પર જાણે આભ તૂટી પડ્યું હોય તેમ આઘાત લાગ્યો હતો. ફતેગંજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તાત્કાલિક ગુમ બાળકોને શોધવા વિવિધ ટિમ બનાવી દીધી હતી.
જે બાદ સીસીટીવી ફૂટેજ સહિત લોકોની પૂછપરછ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસે ગુમ થયેલા બાળકો મળી આવ્યા હોય તેવા પોલીસ સ્ટેશનોના મેસેજ ચેક કર્યા હતા જયારે અન્ય એક ટીમ રેલવે સ્ટેશન અને એસટી ડેપો જવા જાહેર સ્થળો એ તપાસ કરી રહી હતી. આ ગુમ બાળકો વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧ પરથી હેમખેમ મળી આવતા પરિવારના જીવમાં જીવ આવ્યો હતો.SS1MS