શોપીયામાં બે ટ્રક ડ્રાયવરની ગોળી મારી હત્યા
જમ્મુ, જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં આંતકીઓએ વધુ એક કારયતાપૂર્વકની હરકત કરી છે. આતંકીઓએ હવે બહારથી આવેલા લોકોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે શોપિયાંમાં ગુરૂવારે બપોરે સફરજનનો માલ ભરવા આવેલા બે ટ્રક ડ્રાઇવરોની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. આટલેથી સંતોષ ન થતા આતંકીઓએ બન્ને ટ્રકને પેટ્રોલ છાંટીને સળગાવી દીધી હતી.
કાશ્મીર ખીણમાં ત્રણ દિવસમાં આવી ત્રીજી ઘટના છે. આ પહેલા પણ આતંકીઓએ એક ટ્રક ડ્રાઇવર અને એક મજુરની હત્યા કરી નાખી હતી. કાશ્મીર ખીણમાં સફરજનની સિઝન હોવાથી તથા તેનો કારોબાર ધમધોકાર ચાલી રહ્યો હોવાથી આતંકીઓ મરણિયા બનીને જે કંઇ પણ હાથ લાગ્યું તેની પર રોષ ઠાલવી રહ્યા છે.
આતંકીઓએ શિરમલ ગામમાં ટ્રક ડ્રાઇવરોને નિશાન બનાવ્યા હતા. મુઝફફરાબાદઃ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના મુઝફરાબાદમાં પીપલ્સ નેશનલ એલાયન્સના પત્રકારો, કાર્યકરો પાક. સરકાર અને પોલીસ સામે સતત દેખાવો કરી રહ્યા છે. સ્થિતિને અંકુશમાં લેવા પાકિસ્તાની સેનાએ દેખાવકારો પર આશ્રુવાયુના ટોટા વરસાવ્યા હતા. મુઝફફરાબાદના રહીશોએ જણાવ્યું હતું કે કેટલાક વિસ્તારમાં કટોકટી લાદવામાં આવી છે. રર ઓકટો.ના રોજ સુરક્ષા દળો દ્વારા પત્રકારો પર થયેલા હુમલા સામે વિરોધ જાહેર કરતા પીઓકેના સંખ્યાબંધ પત્રકારોએ મુઝફરાબાદ પ્રેસ કલબ સામે દેખાવો કરી રહ્યા હતા.