મહીસાગર, ખેડા, આણંદ અને ગોંડલમાં ધોધમાર વરસાદ
બાલાસિનોર, ગુજરાતના અનેક જિલ્લામાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. બુધવારની સાંજથી અનેક જિલ્લામાં વરસાદ તૂટી પડ્યો હતો. જેથી સ્થાનિકોમાં ખુશીની હેલી જાેવા મળી છે. મહીસાગર અને ખેડા જિલ્લામાં બુધવાર સાંજથી વરસાદ તૂટી પડ્યો છે.
બાલાસિનોરમાં ૧.૫ ઇંચ તેમજ વીરપુરમાં પોણા ઇંચ વરસાદ પડ્યો છે. રાત્રિ ૧ વાગ્યા થી સવાર ના ૪ વાગ્યા સુધી ખેડા જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ વરસ્યો છે. લુણાવાડા અને બાલાસિનોરમાં મોડી રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. બાલાસિનોરમાં ૧.૫ ઇંચ તેમજ વીરપુરમાં પોણો ઇંચ અને અન્ય તાલુકા સામાન્ય વરસાદ નોંધાયો હતો. દિવસભરના બફારા બાદ મોડી સાંજે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જાેવા મળી હતી.
વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા લુણાવાડા શહેરના માંડવી બજાર, હુસેની ચોક, દરકોલી દરવાજા અને હટાડીયા બજારમાં ઢીંચણ સમા પાણી વહ્યા હતા. જેમાં પણ લોકોને આનંદ થયો હતો.
કારણ કે, એક તરફ ગરમીમાં રાહત મળી હતી તો બીજી તરફ લોકો વરસાદી પાણીમા ન્હાવા રાત હોવા છતા બહાર નીકળી પડ્યા હતા. વરસાદના આગમનથી સ્થાનિક ખેડૂતોમાં સૌથી વધુ ખુશીનો માહોલ જાેવા મળ્યો હતો.
મહીસાગર જિલ્લામાં પ્રથમ વરસેલા ધોધમાર વરસાદને કારણે ૨૫ વીજપોલ ધરાશાયી થયા છે. ગત રાત્રિએ જિલ્લામાં થયેલા ધોધમાર વરસાદને લઇ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી છે. વીજપોલ ધરાશાયી થવાના કારણે એમજીવીસીએલને મોટું નુકસાન પહોંચ્યુ છે. તો આ તરફ, મહીસાગરના અડીને આવેલા ખેડા જિલ્લામાં મોડી રાત્રે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. રાત્રે ૧ વાગ્યાથી સવારના ૪ વાગ્યા સુધી ખેડા જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ વરસ્યો હતો.
જિલ્લામાં સીઝનનો સાવત્રિક વરસાદ થતાં જગતનો તાત ખુશ ખુશાલ જાેવા મળ્યો હતો. તો સ્થાનિકોએ વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરેલી ઠંડકને અનુભવી હતી. નડિયાદ શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસતા મોટા ભાગ વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી.
પહેલા જ વરસાદમાં નડિયાદ, કપડવંજ, ખેડા, માતર, ઠાસરા, કઠલાલ, મહુધા, ગળતેશ્વર, મહેમદાવાદ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આંકડામાં વાત કરીએ તો, ખેડા જિલ્લામાં સૌથી વધુ કપડવંજ તાલુકામાં ૭૧ MM વરસાદ વરસ્યો. હતો. તો કપડવંજ પંથકમાં બે કલાકમાં ૭૧ MM વરસાદ વરસ્યો.SS1MS