Western Times News

Gujarati News

ગોધરા ખાતે ATVT સેન્ટરના વહીવટમાં અરજદારોને ભૂખ્યા-તરસ્યા લાઈનોમાં તપવુ પડે છે

ગોધરા મામલતદાર કચેરી ખાતે કાર્યરત ATVT સેન્ટર ના વહીવટ માં સેંકડો અરજદારો ને ભૂખ્યા-તરસ્યા કલાકો સુધી લાઈનો માં તપવુ પડે છે.

ગોધરા,ગોધરા મામલતદાર કચેરીમાં આવેલ એ.ટી.વી.ટી સેન્ટર નો વહીવટ અરજદારો માટે શું વ્યવસ્થિત બને એવો વહીવટ ગોઠવવાના બદલે સેંકડો અરજદારો કલાકો સુધી ભૂખ્યા તરસ્યા લાઈનમાં ઉભા રહેવા મજબૂર બને અને હેરાન પરેશાન થઈ જાય એવા ગોઠવાયેલા આ વહીવટ ના પગલે અરજદારો માં ભારે આક્રોશની નારાજગીઓ જોવા મળી રહી છે.

એટલા માટે કે અરજદારો ને ફોટો પડાવવા પ્રિન્ટ લેવા અને સોગંદનામું કરવા માટે ત્રણ વખત કલાકો સુધી વારાફરતી લાઇનોમાં ઊભુ રહેવું પડતું હોવાની આ પરેશાની ની વેદનાઓ સામે સરકારી કચેરીઓના સાહેબો કોઈ લાગણીઓ બતાવવાના નથી પરંતુ દરેક ચૂંટણીઓમાં પોતાની પ્રસિદ્ધિ ઓ ની વાહવાહ સાથે પ્રજાજનો સમક્ષ મતો માંગનારા મુખ્યત્વે સત્તાધારી ભાજપ ના નેતાઓ જો દસ મિનિટ સુધી ગોધરા મામલતદાર કચેરીના એ.ટી.વી.ટી સેન્ટર ની મુલાકાત લઈને અરજદારોની હૈયાધારણાઓ સાંભળવાની દરકાર કરે તો પણ તેઓની નેતાગીરી સાર્થક ગણાશે.

ગોધરા મામલતદાર કચેરી ખાતે કાર્યરત એ.ટી.વી.ટી સેન્ટર મા વિદ્યાર્થીઓના જાતિના દાખલા, આવક ના દાખલા ,ડોમીસાઈલ સર્ટીફીકેટ, નોન ક્રિમિનલના દાખલા વિ. લેવા માટે દરરોજ સેંકડોની સંખ્યામાં અરજદારોને ખુલ્લા તડકામાં પાણી વગર તરસ્યા રહીને ભૂખ્યા પેટે કલાકો સુધી કતારોમાં શિસ્તબદ્ધ ઉભા રહેવું પડે એવી મજબૂરી ઓની પરિસ્થિતિઓ છે.

કનેક્ટિવિટી વારંવાર ખોરવાઈ જાય, કર્મચારીઓ આધા-પાછા થઈ જાય એવી પરિસ્થિતિઓ માં ચાલતા એ.ટી.વી.ટી સેન્ટરના આ વહીવટો માં અરજદાર ફોટા પડાવ્યા બાદ પ્રિન્ટ લેવા બીજી લાઈનમાં ઊભા રહેવાનું   ત્યારબાદ સોગંદનામા  માટે પુનઃ ત્રીજી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા બાદ અરજદારે જાણે  કે સોગંદનામું ખોટું કર્યું હોય એમ સત્તાધીશોની આકરી પૂછપરછો નો  પણ અરજદારને સામનો કરવો પડતો હોય છે.

તસ્વીર: મનોજ મારવાડી, ગોધરા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.