ખેડબ્રહ્મા પોલીસ દ્વારા બે ઘરફોડિયા ચોર ઝબ્બે
ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ પીપી જાની અને તેમના સ્ટાફના માણસો શહેરમાં થયેલ બે ઘરફોડ ચોરીની તપાસ કરી રહ્યા હતા તે દરમિયાન કાંટાની વાડમાંથી એક લાલ કલર નું પોકેટ મળી આવેલ.
જેમાં મળેલ આધારકાર્ડના નામના આધારે સવજીભાઈ વનરાજભાઈગમાર તથા કલ્પેશભાઈ વનરાજભાઈ ગમાર બંને રહેવાસી બૂરીયા રાજસ્થાન ખેડબ્રહ્માના બજારમાં ખરીદી કરવા આવેલ તેમને પકડી પૂછપરછ કરતા તેમણે ખેબ્રહ્મામાં ચોરી કરેલ હોવાનું કબૂલ્યું હતું.
અને અન્ય ન પકડાયેલ આરોપીઓ વાઘાભાઈ હરસનભાઈ ડામોર તથા રામજીભાઈ લૂકાભાઈ પરમાર બંને રહેવાસી બૂરીયા તાલુકો કોટડા રાજસ્થાન વાળા ચોરીમાં તેમની સાથે હતા તેવું કબૂલ્યું હતું.
તથા બંને આરોપીઓ પાસેથી સોનાની ચેન ૬.૨૫૦મિલિગ્રામ અંદાજે કિંમત રૂ 30000 અને બે જોડ ચાંદીના છડા, એક ચાંદીની ચેન એક ચાંદીની ની વીંટી કુલ ૧૪૭ ગામ કિંમત રૂપિયા 7000 mobile રૂપિયા બે હજાર મળી કુલ ૩૯ હજાર ના મુદ્દામાલ રિકવર કર્યો હતો.