“વંદે ગુજરાત” પ્રદર્શન અને “સખી મેળો” ડાંગના સ્વસહાય જુથોને ફળ્યો
૫૦ સ્ટોલ્સની મુલાકાતે ૪૬૫૦ લોકો આવ્યા કુલ રૂ. ૪ લાખ ૮૨ હજાર ૫૦૦ની ખરીદી કરી
(ડાંગ માહિતી બ્યુરો) આહવા,ડાંગ જિલ્લામા તાજેતરમા જ સંપન્ન થયેલા “વંદે ગુજરાત” પ્રદર્શન અને “સખી મેળા”ની મુલાકાતે, સપ્તાહ દરમિયાન ૪૬૫૦ લોકો આવ્યા હતા. જેમણે અંહિના સ્ટોલ્સ ઉપર થી કુલ રૂ. ૪ લાખ ૮૨ હજાર ૫૦૦ રૂપિયાની ખરીદી કરી હતી.
ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના NRLM ડીસ્ટ્રીકટ કો ઓર્ડિનેટર શ્રી રમેશ પાટલિયા તરફથી મળેલી વિગતો
અનુસાર, તા.૧૫ જુનથી આહવા ખાતે ડાંગ સેવા મંડળના પરોગણામા શરૂ થયેલા “વંદે ગુજરાત” પ્રદર્શન, અને “સખી મેળા” મા જિલ્લા તથા જિલ્લા બહારના ૫૦ જેટલા સ્વસહાય જુથો દ્વારા, વિવિધ ચીજવસ્તુઓનુ વેચાણ પ્રદર્શન યોજાયુ હતુ.
તા. ૧૫ થી ૨૧ જુન-૨૦૨૨ દરમિયાન ૪૬૫૦ લોકોએ આ પ્રદર્શન અને સખી મેળાની મુલાકાત લઈ, મન ભરીને
ખરીદી કરી હતી.
આ મેળામા પ્રથમ દિવસે કુલ રૂ.૨૫,૮૦૦/-, બીજા દિવસે રૂ.૫૦,૭૪૦/-, ત્રીજા દિવસે રૂ. ૬૫,૦૦૦/-, ચોથા
દિવસે રૂ. ૭૯,૫૧૦/-, પાંચમા દિવસે રૂ. ૭૩,૦૪૦/-, છઠ્ઠા દિવસે રૂ. ૬૮,૦૬૦/- અને સાતમા – અંતિમ દિવસે એટલે કે
તા.૨૧મી જુને કુલ રૂ.૧ લાખ ૨૦ હજાર ૩૫૦/- નું વેચાણ કરાયુ હતુ.
આમ, સપ્તાહ દરમિયાન આ તમામ સ્ટોલ્સ ધારક મહિલા સ્વસહાય જુથોએ કુલ રૂ. ૪ લાખ ૮૨ હજાર ૫૦૦/- નુ
વેચાણ કર્યું હતુ.