Western Times News

Gujarati News

અમદાવાદ ટીમ સ્કૂલ બોર્ડનો 30 હજારથી વધુ બાળકોના નામાંકનનો લક્ષ્ય

અમદાવાદ મ્યુનિસિપલ સંચાલિત સ્કૂલ બોર્ડમાં શાળા પ્રવેશોત્વસના પ્રથમ દિવસે 8160 બાળકોનું નામાંકન થયુ

કુલ 4285 કુમારો અને 4027 કન્યાઓએ પ્રવેશ મેળવ્યો

ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યના દરેક ગામના બાળકોને એક એક ઘરેથી લઇને સરકારી વિદ્યાલય પહોંચાડ્વા

અને ગુજરાત રાજ્યમાં શિક્ષણનું સ્તર ઊંચુ આવે અને બાળકો હોંશે હોંશે શાળાએ જાય તે માટે વર્ષ ર૦૦ર-૦૩માં ‘શાળા પ્રવેશોત્સવ’ તથા ‘કન્યા કેળવણી’ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો, જે આજે એક વટવૃક્ષ બની ગયું છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ૧૭મી શ્રૃખંલાનો ઉમંગ અને ઉત્સાહભેર પ્રારંભ થયો છે.

અમદાવાદ શહેરમાં પણ પ્રવેશપાત્ર ભૂલકાઓનું નામાંકન થતા તેનો વિદ્યારંભ થયો છે. શાળાકીય સ્તરે ગુણાત્મક પરિવર્તન લાવવાના શુભાશયથી શરૂ થયેલા રાજ્ય સરકારના આ અભિયાનને અમદાવાદ શહેરમાં વ્યાપક સામાજિક સહયોગ મળ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ સંચાલિત સ્કૂલ બોર્ડમાં શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે કુલ 48 વોર્ડમાં 528 મહાનુભાવાનો ઉપસ્થિતિમાં 209 શાળાઓમાં કુલ 8160 ભૂલકાઓનું નામાંકન કરાવવામાં આવ્યું છે, જેમાં 4285 કુમારો અને 4027 કન્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ સાથે ધોરણ 1માં કુલ 470 જેટલા બાળકોનો પુન: પ્રવેશ તેમજ આંગણવાડી-બાલમંદિરમાં પણ કુલ 1441 ભૂલકાઓનું નામાંકન કરાવવામાં આવ્યું છે. તદઉપરાંત શહેરમાં સમાજના શ્રેષ્ઠીઓએ શૈક્ષણિક સહાયરૂપે રૂપિયા 25 લાખથી વધુનું દાન કર્યું છે.

સ્કૂલ બોર્ડના  સુજય મહેતાએ કહ્યું કે, આવનારા સમયમાં મહત્તમ સ્કૂલો સ્માર્ટ બને, મહત્તમ સ્કૂલો અંગ્રેજી માધ્યમની થાય તેમજ 5000 બાળકોને ટેબલેટ અને વધુમાં વધુ બાળકો ટેક્નોલોજીનો ઉપયોગ કરે તે દિશામાં પ્રયત્ન કરવામાં આવશે.

કોઇપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે અમારી ટીમ સ્કૂલ બોર્ડ કટિબદ્ધ છે. આ વખતે પણ ખૂબ સારી સંખ્યામાં બાળકોનું નામાંકન થયું છે. ત્રિ-દિવય આયોજીત આ શાળા પ્રવેશોત્વસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડ દ્વારા 30 હજારથી વધુ બાળકોના નામાંકનનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે,

જેમાં પ્રથમ દિવસે 8 હજારથી વધુ બાળકોનું નામાંકન થઇ પણ ગયું છે. એટલું જ નહીં, આ પ્રવેશોત્વ બાદ પણ બાળકોનું નામાંકન ચાલું જ રહેશે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

અમદાવાદ શાસનાધિકારી ડો.એલ.ડી.દેસાઇએ કહ્યું કે, આવનારા સમયમાં ખાનગી શાળાઓમાંથી જે રીતે નોંધપાત્ર સંખ્યામાં બાળકો આવી રહ્યા છે. આમ, ઓવરઓલ છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદ મ્યુનિસિપલ સંચાલિત સ્કૂલ બોર્ડની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે.

વાલીઓનો સરકારી સ્કૂલોમાં વિશ્વાસ વધ્યો છે. આ ભરોસો ટકી રહે તેવા પ્રકારનું સ્માર્ટ એજ્યુકેશન અને ન્યુ એજ્યુકેશન પોલીસી – 2020 મુજબનું શિક્ષણ બાળકને પ્રાથમિક કક્ષાએથી મળે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ સંચાલિત સ્કૂલ બોર્ડ કટિબદ્ધ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.