શિવસેનાની ટિકિટ અને પૈસા પર ચૂંટાયેલા ધારાસભ્યો બીજેપીની માયાજાળમાં ફસાયા
મુંબઇ, મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે શિવસેનાએ પોતાના મુખપત્ર ‘સામના’ના માધ્યમથી બળવાખોરો અને બીજેપીને આડેહાથ લીધા છે.
‘સામના’માં બીજેપી અને બળવાખોરોને ટાર્ગેટ કરીને લખવામાં આવ્યું છે કે, રાજનીતિમાં બધું જ અસ્થિર હોય છે અને બહુમત તેનાથી પણ વધારે ચંચળ હોય છે.
આ સિવાય એવું પણ કહેવામાં આવ્યું છે કે શિવસેનાની ટિકિટ અને પૈસા ઉપર ચૂંટાયેલા ધારાસભ્યો બીજેપીની માયાજાળમાં ફસાઈ ગયા છે.શિવસેનાના મુખપત્રમાં બળવાખોરોને સમયસર સમજદારી દર્શાવવાનું કહેવામાં આવ્યુ છે.
બળવાખોરોને સવાલ કરવામાં આવ્યો છે કે શું તે ધારાસભ્યો હવે શિવસેના સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે? એકનાથ શિંદે અને તેમના સાથે જાેડાયેલા ધારાસભ્યોએ પહેલા મુંબઈ આવવું પડશે.
વિશ્વાસમત વખતે મહારાષ્ટ્રની જનતાની આંખોમાં જાેઈને વિધાનસભાની સીડી ચઢવી પડે છે. ‘સામના’માં આગળ લખવામાં આવ્યું છે કે, આ બધા ધારાસભ્યો જાે એક વખત ફરીથી ચૂંટણીમાં ઉભા રહે તો જનતા તેમને હરાવશે.
‘સામના’માં ભાજપને જવાબદાર ઠેરવતા લખવામાં આવ્યું છે કે, ભાજપ કહે છે કે તેને આ ઘટના સાથે કોઈ લેવાદેવા નથી પરંતુ આ માત્ર મજાક લાગે છે કારણકે, સુરતની હોટેલમાં ભાજપના લોકો હાજર હતા. ત્યાર બાદ ગુવાહાટી એરપોર્ટ ખાતે આસામના મંત્રીએ બળવાખોરોનું સ્વાગત કર્યું હતું.
શિવસેનાના મુખપત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, વિધાન સભામાં જે થવાનું હશે તે થશે પરંતુ મુખ્યમંત્રી તરીકે ઉદ્વવ ઠાકરેની લોકપ્રિયતા ચરમસીમાએ છે. શિવસેનાનું સંગઠન મજબૂત છે.
‘સામના’માં ધારાસભ્યો ઉપર ટિપ્પણી કરતા લખવામાં આવ્યું છે કે, ‘આ ધારાસભ્યોને એ વાતનું ભાન નહીં હોય કે જાે તેઓ ફરીથી એકવાર ચૂંટણી લડશે તો જનતા તેમને હરાવ્યા વગર નહીં રહે.
આજે બીજેપીના જે લોકો તેમને હથેળી ઉપરના ઘાની માફક સાચવી રહ્યા છે તે ગરજ પૂરી થતાની સાથે કચરામાં ફેંકી દેશે.’hs2kp