રાજ્યમાં કોરોનાના નવા ૪૧૬ કેસ સામે આવ્યા
ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના આજે નવા ૪૧૬ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૨૩૦ દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૬,૦૩૬ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને ૯૮.૯૫ ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ ૮૨,૨૨૯ રસીના ડોઝ અપાયા હતા.
બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૧૯૨૭ એક્ટિવ કેસ છે. જે પૈકી ૪ નાગરિકો વેન્ટિલેટર પર છે અને તેમની સ્થિતિ પ્રમાણમાં ચિંતાજનક છે. આ ઉપરાંત ૧૯૨૩ નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ ૧૨,૧૬,૦૩૬ નાગરિકો હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ ૧૦,૯૪૬ નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જાે કે આંશિક રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી નિપજ્યું.
નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં ૧૮૨, વડોદરા કોર્પોરેશન ૪૦, સુરત કોર્પોરેશન ૫૬, સુરત ૩૪, રાજકોટ કોર્પોરેશન ૧૫, ભાવનગર ૧૩, વલસાડ ૧૨, ગાંધીનગર કોર્પોરેશન ૧૧, ગાંધીનગર ૮, જામનગર-કચ્છમા ૭-૭,, ભરૂચમાં ૫, મહેસાણા, નવસારી અને વડોદરામાં ૩-૩, અમદાવાદ, અમરેલી, આણંદ, ભાવનગર, મોરબી, પાટણમાં ૨-૨, બનાસકાંઠા, દેવભુમિ દ્વારકા, મહીસાગર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ૧-૧ કેસ નોંધાયો હતો.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં ૧૮ વર્ષથી વધારેની ઉંમરના ૧૦૭૯ નાગરિકોને રસીનો પ્રથમ અને ૧૬૭૧૯ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો.૧૫-૧૭ વર્ષના નાગરિકો પૈકી ૬૮૯ ને રસીનો પ્રથમ અને ૩૯૮૮ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૪૦૦૩૧ ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો.
૧૨-૧૪ વર્ષના નાગરિકો પૈકી ૬૭૭૫ ને રસીનો પ્રથમ અને ૧૨૯૪૮ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૮૨,૨૨૯ કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ ૧૧,૧૧,૦૩,૬૮૬ કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.SS3KP