શ્રી સોમનાથ મંદિર ખાતે દિપોત્સવ પર્વ નિમિત્તે વિશેષ ધાર્મિક આયોજનો યોજાશે
શ્રી સોમનાથ મંદિર ખાતે દિપોત્સવી પર્વ નિમિત્તે તા.25.10.2019 શુક્રવાર આસો વદ બારશ/તેરશ(ધનતેરશ) ના દિને રંગોળી તથા દિપમાલા નૃત્ય મંડપ ખાતે યોજાશે. તા.26.10.2019 શનિવાર આસો વદ ચૌદશ (માસિક શિવરાત્રિ) રંગોળી, દિપમાલા,રાજોપચાર પૂજન, દિપપૂજન-મધ્યરાત્રી મહાપૂજન-આરતી શ્રી સોમનાથ મંદિર ખાતે યોજાશે. તા.27.10.2019 રવિવાર આસો વદ અમાસ (દિપાવલી) ના રોજ નુતન રામચંદ્ર મંદિર ખાતે ત્રિંશોપચારપૂજન (પ્રાતઃ11-00 વાગ્યે), રંગોળી-દિપમાલા તથા વિશેષ સુશોભન નૃત્યમંડપ,સોમનાથ મંદિર ખાતે યોજાશે.
લક્ષ્મીપૂજન-ચોપડાપૂજન સભામંડપ,સોમનાથ મંદિર ખાતે સાયં7-30 વાગ્યે યોજાશે. તેમજ ચાંદીના સીક્કા વિશેષ પૂજન કરી ભક્તો મેળવી શકશે. તા.28.10.2019 રવિવાર કારતક સુદ પ્રતિપદા(નુતનવર્ષ પ્રારંભ) નિમિત્તે રંગોળી-દિપમાલા લક્ષ્મીનારાયણ મંદિર, ગીતા મંદિર, નુતન રામ મંદિર ખાતે સાયં4-00 થી 7-00 અન્નકુટ દર્શન સહીત દિપોત્સવી પર્વ નિમિત્તે ધાર્મિક આયોજન કરવામાં આવેલ છે, જેમનો લ્હાવો લેવા સર્વે ભક્તો ને હાર્દિક નિમંત્રણ છે.
સોમનાથ મંદિરને રંગબેરંગી લાીટોથી શણગારવામાં આવ્યું છે. મંદિર પરિસરની બહાર પણ દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે.