ગાંધીનગર: પત્નીએ દીકરી સાથે મળીને પતિની હત્યા કરી
ગાંધીનગર, ઘરકંકાસના ઝગડામાં પત્નીએ પોતાની દીકરી સાથે મળીને પતિની ઠંડા કલેજે હત્યા કરી નાખી હતી. જ્યારે પતિ પત્ની સાથે ઝગડી રહ્યો હતો ત્યારે તેની ૧૫ વર્ષની દીકરીએ પાછળથી પિતાના ગળા પર કટર ફેરવી દીધું હતું. જે બાદ તેની પત્નીએ પતિના માથામાં પરાળના અનેક ઘા ઝીંકીને તેનું ઢીમ ઢાળી દીધું હતું.
આ બનાવ ગાંધનગર જિલ્લાના કોલવડા ગામમાં બન્યો હતો. પેથાપુર પોલીસ અનુસાર મૃતકની ઓળખ ઘનશ્યામ પટેલ(૪૪) થઈ છે જે પોતાની પત્ની રિશિતા પટેલ(૪૨) સાથે ઝગડી રહ્યો હતો ત્યારે તેની દીકરીએ પેપર કટરથી તેના પર હુમલો કર્યો હતો.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે ‘જ્યારે ઘનશ્યામ પટેલ પોતાની પત્ની રિશિતાને મારી રહ્યો હતો ત્યારે તેની દીકરીએ પિતા પર હુમલો કરી દીધો હતો. જે બાદ તે ફસડાઈ પડ્યો હતો જાેકે આટલેથી ન અટકતા પત્નીએ પરાળ વડે પતિ પર હુમલો કર્યો હતો અને જ્યાં સુધી પતિએ ભાન ગુમાવ્યું નહીં ત્યાં સુધી માથાના ભાગે ઘા ઝિંક્યા હતા.
પેથાપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ. એચ. રાણાએ જણાવ્યા અનુસાર ‘ઘનશ્યામ અને રિશિતાના લગ્ન ૧૮ વર્ષ પહેલા થયા હતા. જાેકે બંને વચ્ચે નાની નાની વાતે ઘરેલુ ઝગડા થતાં હતા. જેના કારણે ૨૦૨૦માં રિશિતા પોતાની દીકરીને લઈને ગાંધીનગરમાં સેક્ટર ૧૬માં રહેતા માવતર પાસે રહેવા આવી ગઈ હતી. જે બાદ લગભગ એક સપ્તાહ પહેલા કપલ વચ્ચે સમાધાન થયું હતું અને તેઓ કોલવડ ગામે રહેવા આવી ગયા હતા.’
રાણાએ કહ્યું કે, ‘ઘનશ્યામ ખેડૂત હતો અને કપલ વચ્ચે મોટાભાગે આર્થિક બાબતે ઝગડા થતા હતા. તેવામાં ગુરુવારે બપોરે પણ ઘનશ્યામ જ્યારે બહારથી ઘરે આવ્યો ત્યારે રિશિતાએ તેને જમવાનું આપ્યું હતું જાેકે બાદમાં જમતા જમતા બંને વચ્ચે કોઈ બાબતે ઝગડો શરું થયો હતો અને પછી જૂની વાતે ફરી ઉગ્ર બોલાચાલી અને હાથાપાયી શરુ થઈ ગઈ હતી.
જાેકે જ્યારે ઘનશ્યામ પત્ની રિશિતાને મારી રહ્યો હતો ત્યારે દીકરીએ પેપર કટર વડે તેના પર હુમલો કરી દીધો હતો. ઘનશ્યામના મોત બાદ તેના ભાઈ જગદિશ પટેલે રિશિતા અને તેની દીકરી વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી. તેણે કહ્યું કે તેના કઝિન વિપુલ પટેલે ફોન કરીને જાણ કરી હતી કે ઘનશ્યામની હત્યા કરવામાં આવી છે. જ્યારે તે ઘનશ્યામના ઘરે પહોંચ્યો ત્યારે જગદીશે મે મારા ભાઈને લોહીના ખાબોચિયામાં પડેલો જાેયો હતો.
તેણે દાવો કર્યો કે ઘનશ્યામની દીકરીના ટીશર્ટ પર લોહીના નિશાન હતા. જ્યારે તેણે ઘનશ્યાની આ હાલત અંગે પૂછ્યું તો તેની પત્ની અને દીકરીએ સરખો જવાબ આપ્યો નહીં જે બાદ તેણે પોલીસને ફોન કરીને જાણ કરી અને પોલીસે રિશિતા અને તેની દીકરીની હત્યાના ગુનામાં અટકાયત કરી હતી.SS1MS