પૂર્વ મુખ્યમંત્રી સ્વ. દિલીપ પરીખને મુખ્યમંત્રીની શ્રધ્ધાંજલિ
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. શ્રી દિલીપભાઇ પરીખના દુઃખદ અવસાન અંગે શોક અને આઘાતની લાગણી વ્યકત કરી શ્રધ્ધાંજલી પાઠવી છે. વિજયભાઇ રૂપાણીએ સદ્દગત દિલીપભાઇના આત્માની પરમશાંતિની પ્રાર્થના કરવા સાથે શોકસંતપ્ત પરિવારજનોને સાંત્વના પણ પાઠવી છે.
પૂર્વ મુખ્યમંત્રી શ્રી દિલીપભાઇ પરીખનું નિધન થતા શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્ય સરકાર વતી તેમના નિવાસસ્થાને જઇ ગાર્ડ ઓફ ઓનર સાથે શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા. શ્રી ચુડાસમાએ પૂર્વ મુખ્યમંત્રી શ્રી દિલીપભાઇ પરીખના અવસાનન નિમીત્તે ઊંડા દુખની લાગણી વ્યક્ત કરી હતી. આ દુ:ખદ પ્રસંગે શ્રધ્ધાંજલી અર્પણ કરવા જીલ્લા કલેક્ટર શ્રી ડો. વિક્રાંત પાડે, ભા.જ.પા. અગ્રણી ભરત પંડ્યા સહિતના અગ્રણી શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.