રાજ્યમાં કોરોના વાયરસના નવા ૩૮૦ કેસ જાેવા મળ્યા
ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના આજે નવા ૩૮૦ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૨૦૯ દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૬,૨૪૫ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને ૯૮.૯૪ ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ ૫૯,૫૮૪ રસીના ડોઝ અપાયા હતા.
બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૨૦૯૮૭ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૩ નાગરિકો વેન્ટિલેટર પર છે અને તેમની સ્થિતિ પ્રમાણમાં ચિંતાજનક છે. આ ઉપરાંત ૨૦૯૫ નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ ૧૨,૧૬,૨૪૫૬ નાગરિકો હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ ૧૦,૯૪૬ નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જાે કે આંશિક રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી નિપજ્યું.
નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં ૧૫૫, વડોદરા કોર્પોરેશન ૩૪, સુરત કોર્પોરેશન ૫૯, સુરત ૧૫, રાજકોટ કોર્પોરેશન ૦૭, વડોદરા કોર્પોરેશન ૩૪, નવસારી ૧૬, વલસાડ ૧૧, ભાવનગર કોર્પોરેશન ૯, બનાસકાંઠા ૭, ભરૂચ ૭, ગાંધીનગર કોર્પોરેશન ૭, આણંદ ૬, સુરેન્દ્રનગર ૬, વડોદરા ૬, જામનગર કોર્પોરેશન ૫, અરવલ્લી ૪, કચ્છ ૪, મોરબી ૪, અમરેલી ૩, પોરબંદર ૩, અમદાવાદ ૨, ભાવનગર ૨, ગાંધીનગર ૨, દાહોદ ૧, ગીર સોમનાથ ૧, જામનગર ૧, ખેડા ૧, મહેસાણ ૧ અને તાપીમાં ૧ કેસ નોંધાયો છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં ૧૮ વર્ષથી વધારેની ઉંમરના ૯૩૫ નાગરિકોને રસીનો પ્રથમ અને ૧૧૧૯૧ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો.
૧૫-૧૭ વર્ષના નાગરિકો પૈકી ૧૦૦૨ ને રસીનો પ્રથમ અને ૨૭૯૩ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૩૦૩૦૩ ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. ૧૨-૧૪ વર્ષના નાગરિકો પૈકી ૫૨૧૨ ને રસીનો પ્રથમ અને ૮૧૪૮ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૫૯૨,૫૮૪ કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ ૧૧,૧૧,૬૩,૨૭૦ કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.SS3KP