મોરબી અને વાંકાનેરમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરાયો
મોરબી, ગઈ ૧૨ જુનના રોજ વાંકાનેરથી મોરબી જતો મેમુ ટ્રેનનો ટ્રેક છે તેને ઉથલાવવાનો પ્રયાસ થયો હતો. જે મામલે પોલીસ પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. UP માં બુલડોઝર કાર્યવાહીમાં બદલાની ભાવનાથી કૃત્ય કર્યું હોવાની આરોપીઓએ કબૂલાત કરી છે.
ટ્રેક પર ઇટો મુકીને ટ્રેન ઉથલાવી આરોપીઑ સબક શિખવાડવાનો પ્લાન તૈયાર કર્યો હતો. રેલવે પોલીસની તપાસમાં સત્ય બહાર આવતા સૌ કોઈ ચોંકી ઉઠયા છે.આરોપીઓ બંને વાંકાનેરના લોકલ છે. એક મુસ્લિમ ધર્મ પાળે છે અન્ય તેની સાથે કામ કરે છે તે કોળી છે. ટીવી અને સોશિયલ મીડિયા UP માં થતી બુલડોઝર કાર્યવાહીને જાેતાં તેમણે એવું લાગ્યું કે હવે કઈંક કરવું પડશે.
જે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો તે ગઈ ત્યારે ટ્રેન વ્યવસ્થિત હતો પણ પાછી ૩ઃ૩૦ વાગ્યે ફરી ત્યારે પથ્થર હતા. ૨ કલાકના ગાળામાં પથ્થર ગોઠવવામાં આવ્યા હતાપોલીસે અલગ અલગ ટીમો બનાવી ૧૫૦થી વધુ આરોપીઓની પૂછપરછ કરી હતી. જેમાં બાતમીને આધારે આરોપીઓની અટક કરવામાં આવી છે.
જેમાં ઉપરોક્ત ખુલાસા થયા છે. રેલવે આ મામલે જાતે જ તપાસ કરી ૧૦ દિવસના ગાળામાં સમગ્ર ઘટનાનો ભેદ ઉકલ્યો છે કોઈ એજન્સીનો સહારો લીધો નથી. રેલવે પોલીસ SOG અને LCB ઓપરેશન પાર પાડી આરોપીઓને ઝડપી લીધા હતા.SS3KP