ગાયક કલાકારને છરી બતાવી બે હજારની લૂંટ
હારીજના રોડા રોડ પરનો બનાવ
પાટણ, હારીજથી પાટણ રોડ ઉપર હારીજ તાલુકાના રોડા અને કાઠી ગામ વચ્ચે ગાયક કલાકારને એક સ્ત્રી સહિત ચાર અજાણ્યા શખ્સે છરી બતાવીને ધમકીઓ આપી તેની પાસેથી રૂા.ર હજાર તથા જરૂરી ડોકયુમેન્ટસ સાથેના પાકિટની લુંટ કરી ભાગી ગયા હતા.
આ બનાવની મળતી માહિતી મુજબ હારીજ તાલુકાના રોડા ગામે રહેતા ગાયક કાલકાર કાંતિલાલ મણીલાલ તૂરી (ઉ.વ.૬પ) સરકારી કાર્યક્રમમાં ગાંધીનગર ગયા હતા અને ત્યાથી પરત પોતાના ગામે જવા માટે હારીજ કાઠી ત્રણ રસ્તા પાસે વાહનની રાહ જાેતા હતા
દરમ્યાન રીક્ષામાં મહિલા અને ત્રણ શખ્સોએ આવીને કાંતિભાઈને કહેલ કે કાકા તમારે ક્યાં જવું છે? તેમ કહેતા તેમણે રોડા ગામે જવાનું કહીને રીક્ષામાં બેઠા હતા ત્યારે ડ્રાઈવર પાસે બેઠેલો શખ્સ તેમની પાસે પાછળ આવીને બેસીને શખ્સે છરી બતાવી કાંતિભાઈને કહ્યું કે
તારી પાસે જે હોય તે આપી અહી ઉતરી જા તેમ કહીને કાંતિભાઈના ઝભ્ભામાં હાથ નાખીને તેમનુ પાકીટ કાઢી લીધું હતું. જાેકે મોબાઈલ લીધો નહોતો તેઓએ ફોનથી તેમના સંબંધીને જાણ કરી હતી તેઓ ચાલતા ઘેર પહોચ્યા હતા તે તેમણે હારીજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.