Western Times News

Gujarati News

ભિલોડા ગેંગ રેપની ખોટી ફરિયાદ મામલે ફરિયાદી સામે ગુનો દાખલ

Police FIR

મોડાસા, થોડા સમય પહેલા ભિલોડા પંથકમાં ગેંગ રેપની ફરિયાદ થઈ હતી, જેમાં પોલીસ તપાસમાં ગેંગ રેપ એ તરકટ સાથે આવતા પોલીસ હવે કડક કાર્યવાહી કરી છે અને ખોટી ફરિયાદ કરાવનાર તેમજ અન્ય એક વ્યક્તિ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે. Bhiloda gang rape case filed against the plaintiff for false complaint

તા.૧૧ના રોજ ભિલોડા તાલુકાના જસવંતપુરા ગામની સીમમાં જંગલમાં સગીરા સાથે કથિત ગેંગ રેપની ઘટના સામે આવી હતી જે તે સમયે ઘટના એવી હતી કે, સગીરાને ત્રણ ઈસમ જંગલમાં લઈ ગયા હતા અને ગેંગ રેપ કર્યો હતો.

આ સાથે જ આરોપીઓએ સગીરાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી એકબીજાને મદદગારી કરી હતી. આ અંગે ભિલોડા પોલીસ ઈન્સ્પેકટર એમ.જી. વસાવા તેમજ તેમની ટીમ દ્વારા તાત્કાલિક ગુનો નોંધીને બનાવની ગંભીરતા જાેઈ પોલીસેઆકાશ-પાતાળ એક કરી ત્રણ આરોપીને તાત્કાલિક પકડી પાડયા હતા.

ગેંગ રેપના ગુનાની આગળની તપાસ સંભાળી લઈ ભોગ બનનાર સગીરાની જરૂરી મેડિકલ તપાસણી કરાવવામાં આવી હતી અને ફરિયાદ સંબંધે સગીરાની વધુ પુછપરછ કરતા તેણે જણાવેલ કે આ ફરિયાદ ખોટી રીતે કુટુંબના અંગત અદાવતના કારણે આપવામાં આવી હતી.

ત્યારબાદ પોલીસે ગુનાની વૈજ્ઞાનિક ઢબે ઉંડાણપૂર્વક તપાસ કરતા સમગ્ર મામલો તદ્દન ખોટો અને ઉપજાવી કાઢેલ હોવાનું જણાઈ આવતા પોલીસ ઈન્સ્પેકટર એમ.જી. વસાવા દ્વારા ગેંગરેપ બાબતે આપેલ ફરિયાદના ફરિયાદી તથા જે ઈસમના કહેવાથી આ ફરિયાદ ફરિયાદીએ આપેલ તે બન્ને વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.