વીર નર્મદ યુનિવર્સિટીના ફાઈન આર્ટસ વિભાગના ૬ અધ્યાપકોના સાગમટે રાજીનામા
લાંબા સમયથી પરમેનેન્ટ નહીં કરી આર્થિક શોષણ કરાતા તમામે રાજીનામા આપતા વિભાગ ખાલી થયો
સુરત, સુરતની વીર નર્મદ યુનિવર્સિટી માટે નવા શૈક્ષણિક સત્રના આરંભ સાથેે નિરાશાજક સમાચાર આવ્યા છે. પંદર વરસથી ચાલી રહેલા ફાઈન આર્ટસ વિભાગમાંથી તમામ અધ્યાપકે સામુહિક રાજીનામા આપી દેતા અભ્સ કરી રહેલા છાત્રોનુૃં ભાવિ અંધકારમય બની જવા પામ્યુ હતુ.
સુરતની વીર નર્મદ યુનિવસિટીમાં લાંબા સમયથી હગામીકરણનો ચેપ પ્રસર્યો છે. યુનિવર્સિટીમાં ઘણા સમયથી પરમેનેન્ટ સ્ટાફનેેે બદલે ઉચ્ચક પગાર કે હગામી ધોરણે સ્ટાફ રાખી ગાડુ ગબડાવવામાં આવે છે. જેને લીધે યુનિવર્સિટીના વહીવટ ઉપરાંત શિક્ષણની ગુણવત્તા ઉપર પણ ગંભીર અસરો પડી રહી છે.
તાજેતરમાં જ યુનિવર્સિટીના જક્કી વલણને કારણે ફાઈન આર્ટસ વિભાગ ખાલીખમ થઈ ગયો છે. યુનિવર્સિટીના અંતરંગ સુત્રોના જણાવ્યા અનુસાર યુનિવર્સિટી ના ફાઈન આર્ટસ વિભાગમાં વિતેલા દોઢ દાયકાથી ઈન્ટીરીયર ડીઝાઈનીંગને લગતા અલગ અલગ કોર્સ ચલાવતા હતા. આ કોર્ષ માટે ફાઈન આર્ટસ વિભાગ પાસે પાયારૂપ ૬ શિક્ષકો જ હતા.
આ તમામ શિક્ષકોને યુનિવર્સિટી નજીવા પગારે રાખ્યા હતા. જેના પગલે તાજેતરમાં યુનિવર્સિટીના ફાઈન આર્ટસ વિભાગમાંમાથી તમા ટીચીંગ સ્ટાફે રાજીનામા આપી દીધા છે. યુનિવર્સિટીના ફાઈન આર્ટસ વિભાગમાં પડેલા સાગમટે રાજીનામાને પગલે સમસ્ત દક્ષિણ ગુજરાતના શિક્ષણ જગતમાં હડકંપ મચી જવા પામ્યો છે.
નવા સત્રના આરંભ પહેલાં જ સ્ટાફ નોકરી છોડી નીકળી જતાં યુનિવર્સિટીની હાલત કફોડી બની ગઈ છે. નવા એડમિશન કેવી રીતે થશે. અને જે જૂના છાત્રો છે તેેમનેે ટીચીંગ કેવી રીતેે અપાશે તે પ્રશ્ન પેચીદો બન્યો છે. સુરતની ે સાર્વજનિક યુનિવર્સિટી ના આગમન સાથે ઉચ્ચ શિક્ષણ જગતમાં પરિવર્તનનો પવન ફૂૃંકાવાનો શરૂ થયો છે.
ખાનગી યુનિવર્સિટીઓ પ્રતિભાવંત શિક્ષકોને તેમની ક્વોલિટી પ્રમાણે ે પગાર આપતાં હવેેે પ્રાઈવેટ યુનિવર્સિટીમાં નોકરીનુૃ ચલણ વધી રહ્યુ છે. આવી જ એક ઘટના સ્કેટમાં આકાર પામી છે. સ્કેટમાં આ વરસથી ઈન્ટીરીયર ડીઝાઈનિંગના કોર્સ શરૂ થનારો છે. જેને પગલે વીર નર્મદ યુનિવર્સિટીમાં ફાઈન આર્ટસ વિભાગમાંથી શિક્ષકોએ ઉચાળા ભરી લીધા છે.