Western Times News

Gujarati News

હાલમાં બોલિવુડની ફિલ્મો ખાસ કાંઈ ઉકાળી શકી નથી, સાઉથની ફિલ્મો સુપરહીટ

Bollywood movies

મુંબઈ: છેલ્લા કેટલાક સમયમાં બોકસ ઓફિસ પર રિલીઝ થયેલી મોટી ફિલ્મો- અક્ષય કુમાર અને માનુષી છિલ્લરની સમ્રાટ પૃથ્વીરાજ, અક્ષય કુમારની બચ્ચન પાંડે, હિરોપંતી-2, અજય દેવગણ અને રકુલપ્રીતની રનવે 34, રણવીરની જયેશભાઈ જોરદાર જેવી ફિલ્મો ખાસ ઉકાળી શકી નહોતી.

Currently, Bollywood films have not been able to do anything special, while Southern films have been superhits

માત્ર આલીયા ભટ્ટની  ગંગુબાઈ કાઠીયાવાડી, અનુપમ ખેરની કશ્મીર ફાઈલ્સ, ભુલ ભુલૈયા-2 જેવી કેટલીક ફિલ્મો ચાલી હતી. આખરે બોલીવુડની ફિલ્મો બોકસ ઓફિસ પર કયાં થાપ ખાઈ જાય છે તેને લઈને હવે બોલીવુડના મેકર્સમાં જ મનોમંથન ચાલી રહ્યું છે જેમાંથી એવો સૂર નીકળ્યો છે- જનતા ઈચ્છે છે એન્ટરટેઈન્મેન્ટ.

મોટાભાગના ફિલ્મ નિર્માતાઓ માને છે કે કોરોના બાદ જનતાનો ટેસ્ટ બદલાઈ ગયો છે. હવે તે ખાસ પ્રકારની મસાલા મનોરંજક ફિલ્મો માટે જ ટિકીટ ખરીદી રહ્યો છે. જો કે હજુ દર્શકનો મૂડ સમજવા માટે થોડી રાહ જોવી પડશે. ફિલ્મ ભુલ ભુલૈયા-2 થી બોકસ ઓફિસ પર બોલીવુડને રાહત આપનાર ટી-સીરીઝ કંપનીના હેડ ભૂષણ કુમાર કહે છે- કોરોના પહેલા અને કોરોના બાદના સમયમાં ઘણું બધું બદલાઈ ગયું છે. હજુ સુધી એ જજમેન્ટ નથી થઈ શકતું કે દર્શક કેવા પ્રકારની ફિલ્મ જોવા થિયેટરમાં આવશે, અને કેવા પ્રકારની ફિલ્મ ઓટીટી પર જોશે.

હાલ તે જે ફિલ્મો અગાઉથી બનેલી છે તેને અમે થિયેટરમાં રજૂ કરી રહ્યા છીએ, બાદમાં લોકોના ટેસ્ટને જાણીતે અમારે અમારા વિચારને બદલવા પડશે. ડાયરેકટર ઈમ્તીયાઝ અલી કહે છે- એ વસ્તુને અમારે જોવી પડશે કે હવે ઓડીયન્સ મેન્ટલી કયાં છે.

શું જોવા માંગે છે. કેજીએફ-2 (KGF2) , આરઆરઆર (RRR) કે ભુલ ભુલૈયા-2ના હિટ થવાથી સ્પષ્ટ છે કે લોકો થિયેટરમાં આવે છે પણ તેમને થિયેટરમાં લાવવા માટે કેવી ફિલ્મ બનાવવી તે નિર્માતાએ સમજવું પડશે. સાઉથની ફિલ્મોના સારા બિઝનેસને લઈને ભૂષણકુમાર કહે છે કે એવું નથી કે સાઉથની બધી ફિલ્મો ચાલી રહી છે.

સાઉથની ઘણી ફિલ્મો માસ્ટર, બીસ્ટ હિન્દીમાં નથી ચાલી. સાઉથની જે ફિલ્મો ચાલી છે તે બ્રાન્ડ છે. RRR (આરઆરઆર) રાજામૌલીની બ્રાન્ડ છે. કેજીએફ પણ બહુ મોટી બ્રાન્ડ છે. ડાયરેકટર સાબીરખાન કહે છે- હાલ થિયેટરમાં એ જ ફિલ્મો ચાલી રહી છે જે એન્ટરટેઈનીંગ છે.

કોરોનાના બે વર્ષ પછી ઓડીયન્સ હસી-ખુશી વાળી સારી ફિલ્મો કે જેમાં ખૂબ મનોરંજન હોય તેજ ફિલ્મો જુએ છે. એકટર પ્રોડયુસર સોહમ શાહ કહે છે કે લોકડાઉનમાં ઓટીટી પર સ્ટાન્ડર્ડ ફિલ્મો જોયા પછી લોકોનું પણ ફિલ્મો જોવાનું ધોરણ વધી ગયું છે. એટલે હવે સારું ક્ધટેન્ટ જ તેમને સિનેમા હોલમાં લાવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.