Western Times News

Gujarati News

અમારા લોકોએ જ પીઠમાં ખંજર ભોંક્યું: ઉદ્ધવ ઠાકરે

મુંબઈ, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે રાત્રે ઝૂમ દ્વારા કોર્પોરેટરો સાથે ઓનલાઈન મીટિંગ કરી હતી. ઠાકરેએ કહ્યું કે કોંગ્રેસ અને એનસીપી આજે અમને સમર્થન આપી રહ્યા છે. શરદ પવાર અને સોનિયા ગાંધી અમારા સમર્થનમાં છે પરંતુ અમારા જ લોકોએ અમારી સાથે દગો કર્યો છે, અમારી પીઠ પાછળ ખંજર ભોક્યું છે. અમે એવા લોકોને ટિકિટ આપી જે જીતી ન શક્યા અને અમે તેમને વિજયી બનાવ્યા. એ જ લોકોએ અમારી પીઠમાં છરો માર્યો હતો. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે સીએમ ઉદ્ધવ ઠાકરે અને એનસીપીના નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી,

જેમાં એનસીપી પાર્ટીના વડા શરદ પવાર પણ હતા. બીજી તરફ એકનાથ શિંદે કેમ્પે મહારાષ્ટ્રના ડેપ્યુટી સ્પીકર સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી છે. શિંદે શિવસેના પર ચુસ્ત પકડ જમાવતા દેખાઈ રહ્યા છે. સીએમ અને સેના પક્ષના વડા ઉદ્ધવ ઠાકરેએ સત્તાવાર સીએમ નિવાસસ્થાન ખાલી કરી દીધું છે અને પરિવાર સાથે માતોશ્રી રહી રહ્યા છે.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, જાે હું સક્ષમ નથી અને સરકાર ચલાવી શકતો નથી તો તમે મને કહો કે હું હવે પાર્ટી છોડવા તૈયાર છું. તમે અત્યાર સુધી મારું સન્માન કરતા હતા કારણ કે, બાલાસાહેબે કહ્યું હતું. જાે હું અસક્ષમ હોઉં તો મને કહો, હું અત્યારે પાર્ટી છોડવા તૈયાર છું.મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી સરકારને લઈને ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે શિવસેનાએ આવતીકાલે બપોરે ૧ વાગ્યે મુંબઈમાં સેના ભવનમાં પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવી હતી. મુખ્યમંત્રી આ બેઠકમાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા હાજરી આપી હતી.

તમને જણાવી દઈએ કે એનસીપી ચીફ શરદ પવાર, કેબિનેટ મંત્રી જયંત પાટીલ અને ડેપ્યુટી સીએમ અજિત પવાર માતોશ્રીમાં સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે બેઠક યોજી હતી.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.