Western Times News

Gujarati News

એકનાથ શિંદેએ દરેક ધારાસભ્ય સાથે વન ટૂ વન વાતચીત કરી

મુંબઈ, શિવસેનાના બળવાખોર ધારાસભ્ય અને મંત્રી એકનાથ શિંદેએ તમામ સમર્થક ધારાસભ્યો સાથે ગઈકાલે રાત્રે મધરાત સુધી ડિનર ટેબલ પર વાતચીત કરી હતી. તેઓ દરેક ધારાસભ્યો સાથે તેમના રૂમમાં ગયા અને વન ટુ વન વાત પણ કરી અને ખાતરી આપી કે ટૂંક સમયમાં બધું ઠીક થઈ જશે. તેમણે તમામ ધારાસભ્યોને તેમના પરિવારજનો સાથે વાત કરવા કહ્યું.

આ સિવાય વિસ્તારના કાર્યકરોને જણાવવા માટે કહ્યું કે અમે હજુ પણ શિવસેનામાં જ છીએ. અમે બાળાસાહેબ ઠાકરેના વિચારોને છોડ્યા નથી. તેમણે તેમના તમામ સમર્થક ધારાસભ્યોને પણ ખાતરી આપી હતી કે ડેપ્યુટી સ્પીકર આપણને અયોગ્ય ઠેરવવાની કાર્યવાહી કરી શકે નહીં. કારણ કે તે તેમના અધિકારક્ષેત્રની બહાર છે. તમને જણાવી દઈએ કે એકનાથ શિંદે અને આ ધારાસભ્યોની બેઠક લગભગ ૪ કલાક સુધી ચાલી હતી.

એકનાથ શિંદેએ તેમના તમામ સમર્થક ધારાસભ્યોને કહ્યું કે બધુ જલ્દી ઠીક થઈ જશે. આ સિવાય મીડિયા સાથે વાત કરવા માટે પ્રવક્તા પણ નિયુક્ત કરવામાં આવશે. જેથી મીડિયાને સમયસર યોગ્ય માહિતી મળી શકે. એકનાથ શિંદેએ આજે બપોરે હોટલમાં હાજર તમામ સમર્થક ધારાસભ્યોની બેઠક પણ બોલાવી છે.જેમાં આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે.

બીજી તરફ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પણ આજે બપોરે શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવી છે જેમાં તેઓ તેમના તમામ પદાધિકારીઓ સાથે મહારાષ્ટ્રની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરશે. તેમજ એકનાથ શિંદે પર કાર્યવાહી માટે ભલામણ કરવામાં આવશે અને કોઈ ર્નિણય લેવામાં આવશે.

એકનાથ શિંદેએ તેમના તમામ સમર્થક ધારાસભ્યોને ખાતરી આપી હતી કે જે રીતે ડેપ્યુટી સ્પીકરે શિવસેનાના નેતાની પસંદગી પર પોતાની મહોર લગાવી છે. તે સંપૂર્ણપણે ગેરબંધારણીય છે. તેમણે કહ્યું કે જ્યારે અમારી પાસે બે તૃતિયાંશથી વધુ બહુમતી છે તો શિવસેનાના કેટલાક ધારાસભ્યો નેતા બદલવાનો ર્નિણય કેવી રીતે લઈ શકે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના કેટલાક મોટા નેતાઓ અમને ધમકી આપી રહ્યા છે. પરંતુ અમે આવી ધમકીઓથી ડરવાના નથી. તેમણે થાણે સહિત મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં તેમના સમર્થક ધારાસભ્યોના કાર્યાલયો પર તોડફોડ પર પણ સખત નારાજગી વ્યક્ત કરી છે.

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નિવાસસ્થાને સુરક્ષા સઘન કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં બદલાતા રાજકીય સમીકરણ બાદ હિંસા થવાની સંભાવનાને કારણે આ પગલું લેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આજે સવારે ૧૧ વાગ્યે ફડણવીસના સાગર બંગલે ભાજપના સહયોગી દળોની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં આરપીઆઈ પ્રમુખ રામદાસ આઠવલે ફડણવીસને મળશે.

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટને ધ્યાનમાં રાખીને આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેમજ એવા પણ અહેવાલ છે કે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના આદેશથી બળવાખોર શિવસેના ધારાસભ્યોની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે. જાે કે, તેમની અને તેમના પરિવારોની સુરક્ષા કરવાની જવાબદારી સરકારની જ છે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.