ગિરિરાજ સિંહ સહિત ૨૩ નેતાઓ સામે જુબાની આપવા કોઈ ન આવ્યું
નવી મુંબઇ, મુઝફ્ફરપુર જંકશન રેલ્વે સ્ટેશન પર ટ્રેન રોકવાની ઘટનામાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ સહિત ૨૩ નેતાઓ સામે કેસ નોંધાયો હતો. આ કેસની શુક્રવારની સુનાવણી દરમિયાન સાક્ષીઓની જુબાની થઈ શકી નથી. આ કેસમાં સાક્ષીઓ એમપી એમએલએ સ્પેશિયલ કોર્ટમાં હાજર થયા ન હતા તેથી હવે આ કેસમાં કોર્ટે જુબાની માટે ૮મી જુલાઈની તારીખ આપી છે.
આ કેસમાં બિહાર સરકારના મંત્રી રામસુરત રાય, વૈશાલી સાંસદ વીણા દેવી, પૂર્વ મંત્રી સુરષ કુમાર શર્મા સહિત બીજેપી અને આરએલએસપીના ઘણા નેતાઓ આરોપી છે.
૧૦ જૂનના રોજ કોર્ટમાં મંત્રી ગિરિરાજ સિંહ, રામ સૂરતરાય સહિત અન્ય આરોપીઓને તેમની સામે ઘડાયેલા ચાર્જિસ જણાવવામાં આવ્યા હતા. સ્પેશિયલ કોર્ટે હાજર રહેલા આરોપીઓએ ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ મુઝફ્ફરપુર જંકશન પર બિહારને વિશેષ રાજ્યનો દરજ્જાે આપવાની માંગણી સાથે ટ્રેન વ્યવહાર ખોરવ્યો હતો, રેલવેની અવર-જવર બંધ કરી હતી.
આરપીએફ તત્કાલિન ઈન્સ્પેક્ટર અરવિંદ કુમાર સિંહના નિવેદનના આધારે ૨૩ નામાંકિત નેતાઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી. તે દરમિયાન ગિરિરાજ સિંહના નેતૃત્વમાં બિહાર સંપર્ક ક્રાંતિ, સોનપુર નરકટિયાગંજ પેસેન્જર ટ્રેનને રોકવામાં આવી હતી, જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભાજપના તત્કાલિન જિલ્લા અધ્યક્ષ અરવિંદ કુમાર, નેતાઓ દેવીલાલ, કેપી પપ્પુ, દેવાંશુ કિશોર, અંજુ રાની અને આશિષ સાહુ વિરુદ્ધ પણ કેસ ચાલી રહ્યો છે. હાલ તમામ આરોપીઓ જામીન પર બહાર છે.SS2KP