Western Times News

Gujarati News

પરિમલ ગાર્ડન પાસે કૉમ્પ્લેક્સમાં આગ, ૭૫નાં રેસ્ક્યુ કરાયા

અમદાવાદ, અમદાવાદમાં પરિમલ ગાર્ડન પાસેના એક કોમ્પ્લેક્સમાં ભીષણ આગનો બનાવ બન્યો છે. કોમ્પલેક્સના ત્રીજા માળે આવેલી ખાનગી ઓફિસમાં આગનો બનાવ બન્યો હતો. આ આગને કારણે આજુબાજુમાં અફરા-તફરીનો માહોલ જાેવા મળ્યો હતો. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ખાનગી ઓફિસના સર્વર રૂમમાં આગ લાગી છે.

આગની જ્વાળાઓ એટલી ફેલાઈ હતી કે કોમ્પ્લેક્સમાં આવેલી એપલ હોસ્પિટલમાં ધુમાડો પ્રસરી ગયો હતો. આગ લાગતા લોકો પોતાનો જીવ બચાવવા કોમ્પ્લેક્સના ધાબે ચઢી ગયા હતા. સાથે જ આગને કાબુમાં લેવા ફાયર વીભાગની આઠ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. તમને જણવી દઈએ કે, આ આગ દેવ કોમ્પ્લેક્સમાં હોસ્પિટલની સામે ખાનગી ઓફિસના સર્વર રૂમમાં આગ લાગી હતી.

આ કોમ્પલેક્સમાં હોસ્પિટલ સહિત અન્ય ખાનગી અકમો આવેલા છે તેથી લોકોએ પોતાનો જીવ બચાવવા માટે ભાગવા લાગ્યા હતા. આગમાં ધુમાડાની જ્વાળાઓ કોમ્પલેક્સની અંદરથી નીકળતા જાેવા મળ્યા હતા. જાેકે, ખાનગી ઓફિસની આગનો ધુમાડો પાસેની એપલ હોસ્પિટલમાં ફરી વળ્યો હતો. જેથી દુકાન પાસેની એપલ હોસ્પિટલમાંથી નવજાત બાળકોને તાત્કાલિક રેસ્ક્યૂ કરાયા હતા.

સાથે જ ૨ બાળકોને એસ.વી.પી હોસ્પિટલ, ૧ બાળકને અંકુર હોસ્પિટલ અને ૮ બાળકોને એપલ હોસ્પિટલ ગોતા શિફ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં ૧૩ બાળકો સહિત ૭૫ના રેસ્ક્યું કરાયા છે.નોંધનીય છે કે, ૨૦૧૯માં એપલ ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ લાગી હતી ૩ બાળકોને રેસ્ક્યું કર્યા હતા . ત્યારબાદ મ્ેં પરમિશન પણ રદ કરવામાં આવી હતી. જાેકે, અત્યારે ફાયર સિસ્ટમ કામ કરી રહી હતી અને તેથી કોઈ તકલીફ જાેવા મળી નથી. સાથે જ આ ભીષણ આગના કારણે સ્થળ બળીને ખાખ થઈ ગયું હતું.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.