મુસ્લિમ આગેવાનોએ ચાંદીના રથની પ્રતિકૃતિ જગન્નાથ મંદિરના મહંતને ભેટ આપી
https://westerntimesnews.in/news/ahmedabad-rathyatra-2022-police-protection/
(તસવીરોઃ જયેશ મોદી) અમદાવાદ, 145મી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂરી થાય તે માટે પોલિસ અને તંત્ર પણ કામે લાગી ગયું છે. જમાલપુર જગન્નાથ મંદિરમાં પણ તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે.
https://westerntimesnews.in/news/rathyatra-police-checking/
મુસ્લિમ આગેવાનોએ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને ચાંદીમાં બનાવેલી રથની પ્રતિકૃતિ ભેટ આપી હતી. આ પ્રસંગે સૌ કોઈ રથયાત્રા શાંતિ પૂર્વક પૂર્ણ થાય તે માટેના આયોજનની ચર્ચા વિચારણા કરી હતી.
રથયાત્રાની તૈયારીના ભાગરૂપે સમગ્ર અમદાવાદના કોટ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
https://westerntimesnews.in/news/%e0%aa%b0%e0%aa%a5%e0%aa%af%e0%aa%be%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b2%e0%ab%8b%e0%aa%96%e0%aa%82%e0%aa%a1%e0%ab%80-%e0%aa%ac%e0%aa%82%e0%aa%a6%e0%ab%8b%e0%aa%ac%e0%aa%b8/
આ વખતે મહિલા દળની RPFની વિશેષ ટુકડી પણ રથયાત્રામાં સુરક્ષા બંદોબસ્ત માટે તૈનાત રહેશે.