દલિત ધર્મસ્થાનકોનો વિકાસ કરવા માટે સાસંદ ડો કિરીટભાઈ સોલંકીનું બહુમાન કરાયું
ગુજરાત વણકર સમાજના પ્રમુખ પદે તરુણ ચંદ્ર સોલંકીની વરણી
વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટર પાટણ અને ગુજરાત વણકર સમાજ બંને સંસ્થાની કારોબારીની મહત્વપૂર્ણ મીટીંગ ડોક્ટર કિરીટભાઈ સોલંકી ચેરમેન શ્રી વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટર પાટણના અધ્યક્ષ સ્થાને એનેક્ષી, શાહીબાગ,અમદાવાદ ખાતે મળી હતી
અને આ કારોબારી મા ગુજરાત વણકર સમાજ કારોબારી સભ્યોએ ગુજરાત વણકર સમાજના કાર્યકારી પ્રમુખ તરીકે ફરજ બજાવતા શ્રી તરુણચંદ્ર. પી. સોલંકીની વિધિવત રીતે ગુજરાત વણકર સમાજના પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરી હતી.
તદ ઉપરાંત સમસ્ત દલિત સમાજના વિવિધ ધર્મસ્થાનકોનો શૈક્ષણિક સુવિધાઓ સભર વિકાસ કરવા માટેના ભગીરથ પ્રયાસ કરવા બદલ સાંસદ શ્રી ડોક્ટર કીરીટભાઇ પ્રેમજીભાઈ સોલંકીનું બહુમાન કરવામાં આવ્યું હતું.
સાંસદ શ્રી ડોક્ટર કીરીટભાઇ પ્રેમજીભાઈ સોલંકી એ સમસ્ત ગુજરાત ભરમાંથી ઉપસ્થિત રહેલા કારોબારી સભ્યોને સંબોધન કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ
એ ગુજરાત સરકારના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી હતા ત્યારે વર્ષ ૨૦૦૩ મા વીર મેઘમાયા મંદિર ખાતે દર્શન કરીને ધન્યતા અનુભવતા અધતન વીર મેઘમાયા મંદિર/સ્મારક
નિર્માણ કાર્ય માટે જે સ્વપ્ન સેવ્યું હતું અને જેને સાકાર કરવા માટે તુરંત જ ૧.૮૭ કરોડ રૂપિયાની માતબર ધનરાશિ મંજૂર કરીને નિર્માણ કાર્ય શરૂ કરાવ્યું હતું.જેને ગુજરાત ભાજપ સરકાર એ ખૂબજ ટુંકા ગાળામાં ૧૧ કરોડ રૂપિયા થી પણ વધારે રકમ ફાળવીને પરિપૂર્ણ કરવા માટે કમર કસીછે.
જે બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યનો આજના તબક્કે હું વિશેષ આભાર માનું છું.આ ઉપરાંત સમસ્ત દલિત સમાજના વિવિધ ધર્મસ્થાનકોનો ૫૫ કરોડ થી પણ વધારે રકમ મંજૂર કરીને શૈક્ષણિક સુવિધાઓ સાથે વિકાસ કરવા
માટેનો જે મહત્વપૂર્ણ મારી રજુઆત અન્વયે ભાજપ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે જેને હું સમસ્ત દલિત સમાજ વતી આવકારતાની સાથે ગુજરાત ભાજપ સરકાર નો પુનઃ આભાર પ્રગટ કરું છું.
આજે યોજાયેલી આ બેઠકમાં શ્રીગીરીશભાઈ પરમાર પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ગુજરાત સરકાર, શ્રી જેઠાભાઈ સોલંકી, પૂર્વ ધારાસભ્ય શ્રી કોડીનાર વ પૂર્વ સંસદિય સચિવ, શ્રી રમેશભાઈ સોલંકી, પૂર્વ ચેરમેન શ્રી ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ તેમજ વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટર પાટણ અને ગુજરાત વણકર સમાજના સર્વ કારોબારી સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમાજ વિકાસ માટે બહુમતી થી ઠરાવો પસાર કર્યા હતા.