Western Times News

Gujarati News

ગામને ૧૦ કરોડનો વીમો પોતાના ખર્ચે ઉતરાવી સરપંચ પદેથી લીધી વિદાય

સરપંચના ૧૦ મહિનાના કાર્યકાળ દરમિયાન ગામને રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઈટ તેમજ ગટરની સુવિધા કરી આપી

અમરેલી, સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામના સરપંચના દસ મહિનાના કાર્યકાળ દરમિયાન અનેક કાર્યો કર્યા છે. આજે તેમના વિદાય સમારંભમા તેમના કાર્યો રજૂ કરવામાં આવ્યા. અને અંતિમ દિવસે સમગ્ર ગામને ૧૦ કરોડનો વીમો પોતાના ખર્ચે ઉતરાવી સરપંચ પદેથી આજે વિદાય લીધી હતી. સરપંચના ૧૦ મહિનાના કાર્યકાળ દરમિયાન બાઢડા ગામને રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઈટ તેમજ ગટરની સુવિધા કરી આપી છે.

સાવરકુંડલા તાલુકાનું બાઢડા ગામના સરપંચ તરીકે દસ મહિનાના ટૂંકા ગાળામાં કામગીરી કરનાર સરપંચ છે શાંતિલાલ શેલડીયા… ઊડીને આંખે વળગે તેવું દસ મહિનામાં પોતાના ખર્ચે કામ કરી બતાવનાર સરપંચને વિદાય સમારંભ નિમિત્તે સાંસદ કાછડીયા જિલ્લા ભાજપ પ્રમુખ વેકરીયા સહિતના મહાનુભાવોએ ગ્રામજનોની હાજરીમાં વિદાય આપી સમગ્ર અમરેલી જિલ્લામાં આટલા ટૂંકા સમયમાં પોતાના ખર્ચે સીસીટીવી કેમેરા અને લાખો રૂપિયાની મદદ ગરીબોને કરનાર આવા સરપંચ મળવા મુશ્કેલ છે જેને જિલ્લા ભાજપ પ્રમુખ વેકરીયા એ પણ નોંધ લીધી.

પીપાવાવ અંબાજી નેશનલ હાઈવે ઉપર બાઢડા ગામ આવેલું છે. ગામ લોકોને મદદરૂપ થવા ટૂંકાગાળાના સરપંચ અનેક નોંધણી શકાય એવા કાર્ય કરી શક્યા છે. ત્યારે કાર્યકાળ પૂર્ણ થતાં છેલ્લા દિવસે પણ લોકસેવા અને ગામના ગરીબોની ચિંતા તેમણે કરી છે. આજે છેલ્લા દિવસે રૂપિયા ૧૦ કરોડના વીમાથી સુરક્ષિત ગામના ગરીબ પરિવારોને મદદ કરી છે. જેની નોંધ સમગ્ર જિલ્લાએ લીધી છે અને લાભાર્થીઓ પણ સરપંચની આવી કામગીરીથી ખુશ છે અને તેમની કામગીરીને બિરદાવી રહ્યા છે.

બાઢડા ગામના સરપંચ શાંતિલાલના આજના છેલ્લા દિવસે પણ લોકસેવાનું કાર્ય કર્યું. રક્તદાન કેમ્પ અને વિમાથી સુરક્ષિત સમગ્ર ગામ લોકોને ભેટ આપી. તેમજ તેમણે ગરીબો માટે પોતાના ખર્ચે લાખો રૂપિયા વાપરી મદદ કરી હતી. સરકારની ગ્રાન્ટની રાહ જાેયા વિના જ પોતાની કોઠાસુઝથી પોતાનો જ પૈસા વાપરી ગામના સામાન્ય અને ગરીબ પરિવારને મદદ કરી પોતાની સામાજિક ફરજ અદા કરી છે.

ખૂબ જ ટૂંકા ગાળામાં વર્ષો જુના ગામના પ્રશ્નો અને ગરીબોને મદદ કરનાર સરપંચ તરીકે કેવી અને કેમ કામગીરી કરવી તે જાેવું હોય તો સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામની મુલાકાત લેવી પડે જે નિર્વિવાદ સત્ય છે. બાઢડા ગામના સરપંચ શાંતિલાલ દ્વારા બાઢડા ગામમાં રોડ, રસ્તા,ગટર તેમજ સ્ટ્રીટ લાઇટ વગેરે સ્થાનિક પ્રશ્નોને વાચા આપીને સમગ્ર ગામને એક નવી ભેટ આપી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.