Western Times News

Gujarati News

શ્રી સોમનાથ મંદિર ખાતે દિપોત્સવ પર્વ નિમિત્તે વિશેષ ધાર્મિક આયોજનો

સોમનાથ : શ્રી સોમનાથ મંદિર ખાતે દિપોત્સવી પર્વ નિમિત્તે તા.૨૭.૧૦.૨૦૧૯ રવિવાર આસો વદ અમાસ (દિપાવલી) ના રોજ નુતન રામચંદ્ર મંદિર ખાતે ત્રિંશોપચારપૂજન (પ્રાતઃ૧૧-૦૦ વાગ્યે), રંગોળી-દિપમાલા તથા વિશેષ સુશોભન નૃત્યમંડપ,સોમનાથ મંદિર ખાતે યોજાશે. લક્ષ્મીપૂજન-ચોપડાપૂજન સભામંડપ,સોમનાથ મંદિર ખાતે સાયં૭-૩૦ વાગ્યે યોજાશે. તેમજ ચાંદીના સીક્કા વિશેષ પૂજન કરી ભક્તો મેળવી શકશે.

તા.૨૮.૧૦.૨૦૧૯ રવિવાર કારતક સુદ પ્રતિપદા(નુતનવર્ષ પ્રારંભ) નિમિત્તે રંગોળી-દિપમાલા લક્ષ્મીનારાયણ મંદિર, ગીતા મંદિર, નુતન રામ મંદિર ખાતે સાયં૪-૦૦ થી ૭-૦૦ અન્નકુટ દર્શન સહીત દિપોત્સવી પર્વ નિમિત્તે ધાર્મિક આયોજન કરવામાં આવેલ છે, જેમનો લ્હાવો લેવા સર્વે ભક્તો ને હાર્દિક નિમંત્રણ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.