બળવાખોર ધારાસભ્યો રાજ ઠાકરેની પાર્ટીમાં ભળી જશે?
મુંબઈ, એક ઠાકરેની પાર્ટીમાં રાજકારણ ગરમાયું છે ત્યારે હવે શું બળવાખોર ધારાસભ્યો બીજા ઠાકરેની પાર્ટીમાં ભળી જશે? હવે અહીં સવાલ એ થઈ રહ્યો છે કે શિવસેનાના બળવાખોર ધારાસભ્યો પોતાનું સભ્યપદ બચાવવા માટે એકનાથ શિંદેના નેતૃત્વમાં રાજ ઠાકરેની મનસેમાં જાેડાઈ જશે? મુંબઈના રાજકારણમાં હવે આ સંભાવનાઓ અંગે પણ ચર્ચાઓ શરુ થઈ ગઈ છે.Will rebel MLAs join Raj Thackeray’s party?
બીજી તરફ આ મામલો સુપ્રીમ કોર્ટના દરવાજે પણ પહોંચી ગયો છે. સૂત્રએ જણાવ્યું કે રાજ ઠાકરેના એક નજીકના નેતાએ આ સંબંધમાં ચાર વખત એકનાથ શિંદે સાથે ફોન પર વાત કરી છે. ખબર એવી છે કે આ પ્રસ્તાવ પાછળ તાજેતરમાં થયેલી ‘ગુપ્ત બેઠક’માં ચર્ચા થઈ હતી.
સૂત્રનું એ પણ માનવું છે કે શિંદે જૂથના બળવાખોર ધારાસભ્યો તેના માટે તૈયાર છે, કારણ કે તેનાથી બળવાખોર નેતાઓને ઠાકરેનું નામ અને હિન્દુત્વ બન્ને બાબતો સહજ રીતે મળી શકે છે. રાજ ઠાકરેની પાર્ટી મનસે ચૂંટણી આયોગ અને વિધાનસભામાં રજિસ્ટર્ડ પાર્ટી છે.
વિધાનસભામાં તેમનો એક ધારાસભ્ય છે, પરંતુ હાલ તકલીફ એવી છે કે ભાજપના કેન્દ્રીય નેતૃત્વને રાજ ઠાકરે પર વિશ્વાસ થઈ રહ્યો નથી. એટલે સરકારમાં આવ્યા પછી રાજ ઠાકરેના તેવરને સંભાળવા ઉદ્ધવ ઠાકરે કરતા વધારે મુશ્કેલ થઈ શકે છે.
પરંતુ મહારાષ્ટ્રમાં ભાજપના એક મોટા નેતાએ રાજ ઠાકરેને કંટ્રોલમાં રાખવાની જવાબદારી લીધી હોવાની વાત કહેવાઈ રહી છે. સૂત્રોનું માનીએ તો રાજ ઠાકરેએ ર્નિણય લેવાનો છે. જેના બદલામાં ચૂંટણીમાં ફાયદો કરાવવાની વાત કહેવાઈ રહી છે.
જાેવાની વાત એ છે કે શું ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ તેના માટે તૈયાર થશે કે બળવાખોરોને ભાજપમાં જ સમાવી લેવામાં આવશે? બીજાે સવાલ એ પણ છે કે શું રાજ ઠાકરે, બાળાસાહેબ ઠાકરેની પાર્ટી શિવસેના સામે મનસેનો ઉપયોગ થવા દેવા માટે તૈયાર હશે? આ તમામ સવાલોના જવાબ સામે આવતા હજુ સમય લાગી શકે છે.SS1MS