એક મહિલાએ નરેન્દ્ર મોદીના ચરણ સ્પર્શ કર્યા, મોદીએ આશિર્વાદ આપ્યા
નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-૭ સમિટમાં ભાગ લેવા માટે જર્મની પહોંચ્યા છે. નરેન્દ્ર મોદીનું જર્મનીના મ્યુનિક એરપોર્ટથી હોટલ સુધી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદીના સ્વાગત માટે ભારતીય સમુદાયના સેંકડો લોકો હોટલની બહાર એકઠા થયા હતા. નરેન્દ્ર મોદીને જાેતા જ લોકો મોદી..મોદી..ના નારા લગાવવા લાગ્યા.
નરેન્દ્ર મોદીને આવકારવા મહિલાઓ ભારતીય કપડા પહેરીને આવી હતી. નાના બાળકો પણ પૂરા ઉત્સાહ સાથે નરેન્દ્ર મોદીનું સ્વાગત કરી રહ્યા હતા. હાથમાં ત્રિરંગો ઝંડો પકડેલા લોકોને જાેઈ નરેન્દ્ર મોદી તેમની પાસે ગયા.
વડાપ્રધાનને આવકારવા આવેલા લોકોનો ઉત્સાહ વધુ વધ્યો હતો.
લોકોએ કહ્યું કે મોદીજી તમારું સ્વાગત છે. આ દરમિયાન એક મહિલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પગે લાગી હતી. વડા પ્રધાને તેમના માથા પર હાથ રાખીને આશીર્વાદ આપ્યા હતા. જ્યારે મહિલાએ હિન્દીમાં ‘વેલકમ મોદીજી’ કહ્યું ત્યારે વડાપ્રધાન ખૂબ જ ખુશ થયા. તેણે કહ્યું કે તમે હિન્દી શીખ્યા છો. આ દરમિયાન નરેન્દ્ર મોદી નાના બાળકોને પણ મળ્યા અને તેમને વહાલા કર્યા.HS2KP