શિવસેનાના નેતા સંજય રાઉતને ઈડીનું સમન્સ, જમીન ગોટાળા મામલે પૂછપરછ થશેi
મુંબઇ, મહારાષ્ટ્ર સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. શિવસેનાના ફાયર બ્રાન્ડ નેતા સંજય રાઉતને ઈડ્ઢએ સમન્સ પાઠવ્યું છે. જમીન ગોટાળા મામલે સમન્સ પાઠવ્યું છે. ઈડ્ઢએ ૨૮ તારીખે પૂછપરછ માટે હાજર રહેવા જણાવ્યું છે.મહારાષ્ટ્રના રાજકીય સંકટ વચ્ચે ઈડીની એન્ટ્રી થઈ ગઈ છે. ઈડીએ આવતીકાલે પૂછ પરછ માટે બોલાવ્યા છે.
શિંદે જૂથે સુપ્રીમ કોર્ટમાં પોતાની અરજીમાં દાવો કર્યો છે કે તેમની પાસે ૩૮ ધારાસભ્યોનું સમર્થન છે. શિંદે જૂથે કહ્યું છે કે શિવસેનાના ધારાસભ્ય દળના ૩૮ સભ્યોએ મહા વિકાસ અઘાડી સરકારને સમર્થન પાછું ખેંચી લીધું છે. આવી સ્થિતિમાં એમવીએ સરકારે બહુમતી ગુમાવી દીધી છે.
આ પહેલા ઈડીએ પ્રવીણ રાઉતની ધરપકડ કરી હતી. પ્રવીણ રાઉતને સંજય રાઉતના નજીકના માનવામાં આવે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તાજેતરમાં પ્રવીણ રાઉતની કરોડોની સંપત્તિ પણ જપ્ત કરી હતી. ઈડીએ ૧૧ કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. આમાં પાલઘરમાં પ્રવીણ રાઉતની સંપત્તિ લગભગ ૯ કરોડ રૂપિયા છે. જ્યારે દાદરમાં ફ્લેટ અને અલીબાગમાં ૨ કરોડનો પ્લોટ સંજય રાઉતની પત્નીનો હોવાનો આરોપ છે.
અગાઉ પ્રવીણનું નામ ડિસેમ્બર ૨૦૨૦માં પીએમસી બેંક કૌભાંડ કેસની તપાસ દરમિયાન સામે આવ્યું હતું. તપાસ એજન્સીને જાણવા મળ્યું હતું કે પ્રવીણ રાઉતની પત્ની માધુરીએ ૨૦૧૦માં શિવસેના સાંસદ સંજય રાઉતની પત્ની વર્ષાને ૫૫ લાખ રૂપિયાની વ્યાજમુક્ત લોન આપી હતી, જેનો ઉપયોગ મુંબઈના દાદરમાં ફ્લેટ ખરીદવા માટે કરવામાં આવ્યો હતો. ઈડી આ નાણાંના સ્ત્રોતની તપાસ કરી રહી છે.HS2KP