રાજ્યમાં કોરોના વાયરસના નવા કુલ ૩૫૧ કેસ નોંધાયા
ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના આજે નવા ૩૫૧ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૨૪૮ દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૬,૯૬૭ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને ૯૮.૯૦ ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ ૩૪,૨૩૧ રસીના ડોઝ અપાયા હતા.
બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૨૫૬૬ એક્ટિવ કેસ છે. જે પૈકી કોઈ નાગરિક વેન્ટિલેટર પર નથી, આ ઉપરાંત ૨૫૬૬ નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ ૧૨,૧૬,૯૬૭ નાગરિકો હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ ૧૦,૯૪૬ નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જાે કે આંશિક રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી નિપજ્યું.
નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં ૧૫૫, સુરત કોર્પોરેશન ૭૧, વડોદરા કોર્પોરેશન ૩૦, ગાંધીનગર કોર્પોરેશન ૧૨, વલસાડ ૧૧, જામનગર કોર્પોરેશન ૯, સુરત ૮, ભાવનગર કોર્પોરેશન ૫, ગાંધીનગર ૫, ગાંધીનગર ૫, જામનગર ૫, ભરૂચ ૪, પાટણ ૪, રાજકોટ કોર્પોરેશન ૪, અમદાવાદ ૩, મોરબી ૩, સુરેન્દ્રનગર ૩, કચ્છ ૨, મહેસાણા ૨, ભાવનગર ૧, બોટાદ ૧, દેવભૂમિ દ્વારકા ૧, રાજકોટ ૧, સાબરકાંઠા ૧ અને વડોદરા ૧ એમ કુલ ૩૫૧ કેસ નોંધાયા છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં ૧૮ વર્ષથી વધારેની ઉંમરના ૭૧૮ નાગરિકોને રસીનો પ્રથમ અને ૬૦૨૮ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૫-૧૭ વર્ષના નાગરિકો પૈકી ૪૪૨ ને રસીનો પ્રથમ અને ૧૨૧૯ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો.
૧૭૪૮૩ ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. ૧૨-૧૪ વર્ષના નાગરિકો પૈકી ૩૦૩૫ ને રસીનો પ્રથમ અને ૫૩૦૬ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૩૪,૨૩૧ કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ ૧૧,૧૨,૫૦,૦૩૮ કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.SS3KP