૧૩ વ્યક્તિઓ સાથે ૮ વર્ષની દીકરીઓનું 15000 ફિટ પર ટ્રેકિંગ
વડોદરા, કહેવાય છેને અડગ માનવીના મનને હિમાલય પણ નડતો નથી. આ ઉક્તિને સાબિત કરી બતાવી છે ત્રીજા ધોરણમાં ભણતી બે બાળકીઓએ. જી હા, વડોદરાની ૮ વર્ષની બે બાળકીઓએ ૧૫ હજાર ફિટ ઉપર આવેલી બુરાન ઘાટી સર કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. Trekking of 8 year old daughters with 13 persons at 15000 feet Himalaya
શનિવારે ૧૫ હજાર ફિટ પર રેપલિંગ કરી ૭ કલાક ચાલીને ઘાટીની બીજી બાજુ મૂનરંગ ઊતરીને સૌથી નાની ઉંમરમાં આ ઘાટી સર કરવામાં પોતાનું નામ નોંધાવ્યું હતું.
મહત્વનું છે કે ધોરણ ૩માં ભણતુ બાળક એટલે રમવાની ઉંમર. ત્યારે આટલી નાની ઉંમરમાં મોટા મોટા રેકોર્ડ પોતાના નામે કરતી આ દિકરીઓ ખરેખર ધન્ય છે. વડોદરાના વાસણા રોડ પર રહેલી રાયના પટેલ અને ઇલોરાપાર્ક ખાતે રહેતી સનાયા ગાંધીએ ૬ દિવસ સુધી ૨૬કિમીનું અંતર કાપીને બુરાન ઘાટી પાસ પર પહોંચી હતી. તેઓ ૧૧મી તારીખે ૧૩ વ્યક્તિઓ સાથે આ બંને દિકરીઓ ટ્રેકિંગમાટે નીકળી હતી.
૧૨મીના રોજ ૯૨૦૦ ફિટની ઊંચાઈએ પહોંચ્યા બાદ ત્યાંથી આગળ લીથમ ખાતે ૨ દિવસ રોકાણ કર્યું હતું. જે બાદ શનિવારે વહેલી સવારે ૩ વાગે ચઢાણ શરૂ કર્યું હતું. મહત્વનું છે કે ઉત્તરાખંડના કેદારકંઠા અને કાશ્મીરના તસરસ મારસર ખાતે આ બંને બાળકીઓ પર્વતારોહણ કરી ચૂકી છે.
ત્યારે હવે બુરાન ઘાટી પાસ સર કરીને એક નવી સિદ્ધિ તેઓઓ પોતાના નામ કરી છે. ૮ વર્ષની જ ઉંમર અને તેમાં પણ આટલી ઊંચાઇ પર જવુ કંઇ સહેલુ ન હતું.
આમ તો ૧૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આટલી હાઇટ પર જવાની મંજૂરી આપવામાં આવતી નથી પરંતુ ટ્રેકિંગ કંપની દ્વારા આ અંગે તેઓના વાલીઓની ખાસ મંજૂરી મેળવવામાં આવી હતી.
કારણ કે આ બંને દિકરીઓ અગાઉ ૧૩ હજાર ફીટની ઊંચાઇએ શિખરો સર કર્યા છે જેથી તેમને ૧૫ હજાર ફીટ ઊંચાઇ પર જવાની મંજૂરી આપવામાં આવી હતી.SS3KP