Western Times News

Gujarati News

મંત્રીઓ મસ્તીએ ચઢ્યા…કોઈ હીંચકે ઝૂલ્યા, તો કોઈ વડલે ચઢ્યા

અમદાવાદ, ગુજરાતના ૧૮ હજાર ગામડાની ૩૨ હજાર જેટલી પ્રાથમિક શાળાને આવરી લેતા શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો. જેમાં અનેક જગ્યાએ નેતાઓ ભૂલકાઓને નિશાળમાં પ્રવેશોત્સવ કરાવી રહ્યા છે. રાજનેતાઓ અહીં ભૂલકાઓ સાથે બાળક બનીને મસ્તી કરી રહ્યા છે.

ત્યારે સોશિયલ મીડિયામાં અનેક મંત્રીઓના એવા વીડિયો વાયરલ થયા છે, જેણે જાેઈને તમારા મોઢા પર એકવાર તો સ્માઈલ આવી જશે. ગુજરાતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના એવા વીડિયો વાયરલ થયા છે, જેમાં કોઈ ભૂલકાઓ સાથે હીંચકે ઝૂલી રહ્યું છે, તો કોઈ વડલા પર ચઢી રહ્યું છે, અથવા તો ટ્રેકટર ચલાવીને બાળકોને સ્કૂલમાં મૂકવા જઈ રહ્યા છે.

ભાવનગરમાં ચિત્રા-ફુલસર-નારી વોર્ડના નારી ગામમાં આવેલી જગદીશ શ્વરાનંદ સરકારી પ્રાથમિક શાળાના બાળકો કલામહાકુંભ સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે વિજેતા થયા હતા, જેના ભાગરૂપે આ બાળકોનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં રાજયના શિક્ષણમંત્રી એ બાળકો સાથે હિંચકા ખાઈ બાળપણ યાદ કર્યું હતુ. તેઓએ નારી પ્રાથમિક શાળાના બાળકો સાથે બાળ સહજ ભાવે હળીમળી ગોષ્ઠી કરી હતી.

એટલું જ નહીં, વાઘાણીએ શાળાના વિદ્યાર્થીઓ સાથે ઘણો સમય પસાર કર્યો હતો અને ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા ખેલાડીઓને સન્માનિત કર્યા હતા. બાળકો સાથે હીંચકા ખાઈ, લસરપટ્ટી સહિતની વિવિધ રમતો બાળકોને રમાડી શિક્ષણમંત્રીએ બાળપણને યાદ કર્યું હતું.

હર્ષ સંઘવી સુરત ખાતે મોર્નિંગ વોક કરવા નીકળ્યા હતા. તે દરમિયાન વડના ઝાડ નીચે બેઠેલા કેટલાક તેમના મિત્રો સાથે તેઓ થોડા સમય માટે રમત રમ્યા હતા. આ સાથે જ વડની વડવાઈને પકડીને નાના બાળકોની માફક ઝૂલો ઝૂલતા દેખાયા હતા. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં જાણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને વડનું ઝાડ જાેઈને બાળકની જેમ ઝૂલો ઝીલવાની ઈચ્છા થાય તે રીતે તેમની સાથેના કેટલાક લોકોને તેમણે પોતે વડવાઈઓના સહારે ઝૂલો ઝુલાવ્યા હતા.

તેઓ પોતાને બાળપણની યાદોને રોકી શક્યા ન હતા. કડક સુરક્ષા હોવા છતાં તેઓ બાળકની જેમ વડના ઝાડ નીચે ઝૂલો ઝૂલ્યા હતા. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આણંદ જિલ્લાની થામણા પ્રાથમિક શાળામાં ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે તેમણે નાના ભૂલકાઓને ટ્રેક્ટરમાં બેસાડીને જાતે જ શાળા સુધી લઈ ગયા હતા. શિક્ષણ મંત્રીએ પોતે જ ટ્રેક્ટર ચલાવ્યું હતું અને બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.

શિક્ષણમંત્રીના આ નવો ચહેરો લોકોને સ્પર્શી ગયો હતો અને લોકોએ તેમના વખાણ કર્યા હતા. શિક્ષણમંત્રીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કન્યા કેળવણીનું સ્વપ્ન સાચા અર્થમાં ચરિતાર્થ થાય અને ગુજરાતમાં સ્ત્રી સાક્ષરતા દર વધે તે માટે ૨૦૦૩ના વર્ષથી આરંભાયેલા કન્યા કેળવણી રથયાત્રાના સાચા અર્થમાં ચાલક બની થામણા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પ્રવેશપાત્ર ભૂલકાઓને ટ્રેક્ટરમાં બેસાડી તેઓએ જાતે ટ્રેક્ટર ચલાવીને ભૂલકાઓને પ્રાથમિક શાળા સુધી લઈ ગયા હતા.

એટલું જ નહિ પરંતુ શાળામાં પ્રવેશપાત્ર બાળકોને આત્મીયતાથી પિતાતુલ્ય લાગણી સાથે શૈક્ષણિક કીટ આપી તેમનો શાળા પ્રવેશ કરાવ્યો હતો.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.