વિજાપુરમાં મેઘરાજાના આગમન સાથે ૧૧ હજાર કે.વી. લાઈનનો કેબલ તૂટી પડ્યો
સદ્નસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાની ન થઈ
વિજાપુર, ઘણા સમયથી વિજાપુરમાં લોકો અને ખેડૂતો વરસાદ નહી આવવાથી નિરાશાજનક સ્થિતિમાં મુકાયા હતા. દિવસના ઉકળાટ અને અસહ્ય ગરમી વચ્ચે પવનના સૂસવાટા સાથે કાળા ડિબાંગ વાદળોને લઈને મેઘરાજાની સવારી વિજાપુર તથા આજુબાજુના ગામમાં આવી હતી. સિઝનનો પ્રથમ વરસાદ હોવાથી લોકોએ મન મૂકીને વરસાદી પાણીમાં નાહવાનો લ્હાવો લીધો હતો.
જયારે ૪ વાગ્યાથી ૬ વાગ્યા સુધી ૧૮ મિ.મી. વરસાદ સરકારી ચોપડે નોંધાયો હતો. જયારે મણિપુરા રોડ પર આવેલી અંબર સોસાયટીની આગળ પીપળાનું ઝાડ તૂટી પડતા નજીકનો વીજ થાંભલો તૂટી પડતા નજીકનો વીજ થાંભલો તૂટી ગયો હતો. ૧૧૦૦૦ કે.વી. લાઈનનો કેબલ નીચે પડયો હતો.
નીચે બે ઈસમો બાંકડા પર બેસેલા હતા સમય સૂચકતા વાપરી ત્યાંથી ઉભા થઈ ગયા હતા જયારે ત્યાં ફરી રહેલી ગાયો નસીબ જાેગે બચી ગઈ હતી. જાેકે કોઈ જાનહાની થઈ ન હતી. શહેરના કાશીપુરા તથા સાંથ બજારમાં દુકાનો અને ઘરના છાપરા ઉડયા હતા.
વિજાપુરમાં ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા સાવધાની અને તકેદારીરૂપે વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. વિજાપુરના કેટલાક નિચાણવાળા વિસ્તારોમાં ઢીચણસમા પાણી ભરાઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું વરસાદની ઝપાટાબંધ અને ઝંઝાવત બેટિગત સતત એક કલાક ઉપર થઈ હોવાથી રાહત થઈ હતી.