પાવાગઢમાં એક જ દિવસમાં અઢી લાખ માઈભક્તો ઉમટ્યા!!
હાલોલ, પંચમહાલ જીલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મંદિર ઉપર ધ્વજારોહણ કરવામાં આવ્યુ હતુ. યાત્રાધામ પાવાગઢ ખાતે આજે રવિવારની રજાને લઈ અઢી લાખ ઉપરાંત માઈ ભક્તો ઉમટી પડ્યા હતા.
પાવાગઢ ખાતે રવિવારે લાખો લોકો ઉમટી પડ્યા હતા. અતિશય યાત્રીઓઆ ધસારાનો લઈ પાવાગઢ ખાતે વ્યવસ્થા જાળવવા માટે વધુ પોલીસની મદદ લેવી પડી હતી. યાત્રીકોનો ધસારો એટલોે વધુ હતો કે યાત્રિકોને પોતાના વાહનો પાવાગઢ તળેટીથી બે ત્રણ કિલોમીટર દૂર પોતાના વાહનો પાર્ક કરવાની ફરજ પડી હતી.
આજે રવિવારના રોજ યાત્રાધામ પાવાગઢ ખાતે યાત્રીકોનો ધસારો વહેલી સવારથી જ જાેવા મળ્યો હતો. ગત રોજ શનિવારથી જ પાવાગઢ ખાતે યાત્રીકો જતા જાેવા મળ્યા હતા.
યાત્રિકોની ભીડ અચાનક વધી જતાં પાવાગઢ તળેટી ખાતેે આવેલા વાહન પાર્કિંગ ણ ફૂલ થઈગયા હતા. વાહનચાલકોએ પોતાના વાહનો રોડની સાઈડમાં ઉભા રાખી દેતા રોડની બંન્ને સાઈડ વાહનોની કતાર લાગી ગયેલી જાેવા મળતી હતી.