ગોધરામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા પ્રિ.મોનસૂનની કામગીરીની પોલ ખુલી
(પ્રતિનિધી)ગોધરા, ગોધરા નગર પાલિકાની ચોમાસા પૂર્વે કરવામાં આવેલી પ્રિમોન્સુન કામગીરીના ધજાગરા પ્રથમ વરસાદે જ ઉડી ગયા હોય એવા દ્રશ્યો ઠેર ઠેર જાેવા મળ્યા હતા.પાલિકાએ માત્ર વરસાદી કાંસની સાફ સફાઈ કરી સંતોષ અનુભવ્યો છે.
પરંતુ વર્ષોથી જે નીચાણ વાળા વિસ્તારમાં વરસાદી પાણીનો જમાવડો થતો હોય ત્યાં સ્થિતિ યથાવત જાેવા મળી રહી છે. સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઇ જવા અને ગટરો બ્લોક થવાથી અનેક વિસ્તારોના માર્ગો ઉપર પાણી ભરાઈ જતાં રાહદારીઓ અને વાહન ચાલકો ત્રસ્તતા પોકારી ઉઠ્યા હતા.
નીચાણવાળા વિસ્તારોમાં અનેક જગ્યાએ પાણી ભરાયા જતા પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવેલ પ્રિ-મોન્સૂન કામગીરીઓ સામે સૌ માં રોષ જાેવા મળ્યો હતો.જાેકે આગ લાગ્યા બાદ ખાડો ખોદવા જેમ જિલ્લા પંચાયત માર્ગ ઉપર સંલગ્ન તંત્ર વરસાદી પાણી ના નિકાલ માટે ગટરનું ખોદકામ કરવા જાેતરાયું હતું.
ગોધરા શહેરમાં ગત્ સાંજના સમયે પડેલ વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં સાફ-સફાઇ ના અભાવ ના લીધે વરસાદી પાણીનો ભરાવો થતાં અનેક લોકો અટવાઈ ગયા હતા વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલી ગટરો ચોકઅપ થઈ જતા બીજા દિવસે પણ પાણી રોડ ઉપર નદીઓ ની જેમ વહેતુ જાેવા મળતા પ્રિ.મોન્સુન કામગીરી માં ખુલ્લેઆમ ધજાગરા જાેવા મળ્યા હતા.