Western Times News

Gujarati News

ગુજરાતના FMCG જાયન્ટ ગુલાબ ઑઇલ્સે હાલમાં જ તેના ‘લૂક’માં બદલાવ કર્યો

અમદાવાદ, ૧૯૬૬માં માંગરોળમાં એક જ ઑઇલ મિલ સાથે શરૂ થયેલી અને નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૧૦૦ કરોડના ટર્નઓવરને પાર કરવા માટેની યાત્રા ગુબાબ ઑઇલ માટે એક લાંબી મજલ રહી છે. આજે, આ બ્રાન્ડ અનેક રાજ્યમાં બહુવિધ પ્રોસેસિંગ એકમો ધરાવે છે અને પોતાના મુખ્ય સિંગ તેલ (ગ્રાઉન્ડનટ ઑઇલ) માટે તંદુરસ્ત બજાર નેતૃત્વનો આનંદ માણે છે. કંપની ખાદ્ય તેલની એક શ્રેણી પણ રજૂ કરે છે, જેના પર લાખો પરિવારનો વિશ્વાસ રહેલો છે.

તેની વિસ્તરણ યોજનાના ભાગ રૂપે, ગુલાબ ઓઇલ્સે તાજેતરમાં ખાદ્ય તેલની તેની સમગ્ર શ્રેણી માટે એક નવો ‘લૂક’ રજૂ કર્યો છે. આ નવો લૂક સમગ્ર દેશમાં વ્યાપક ગ્રાહક જૂથોને સેવા પૂરી પાડશે તેવી અપેક્ષા છે.

કંપનીના નવા લુક વિશે બોલતા ગુલાબ ઑઈલ એન્ડ ફૂડ્‌સ પ્રા. લિ.ના સીએમડી મુકેશ નથવાણીએ જણાવ્યું, “કંપની પહેલાથી જ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં ઉપસ્થિત છે અને ૨૦૨૪ના અંત સુધી ૧૦ રાજ્યોમાં વિસ્તરણ કરવાનું લક્ષ્ય ધરાવે છે.

આ વધતી જતી માગને સમર્થન આપવા માટે અમારી પાસે એક અત્યાધુનિક ઉત્પાદન એકમ છે, જે હાલમાં નિર્માણાધીન છે અને વર્ષ ૨૦૨૩ના મધ્ય સુધીમાં કાર્યરત થઇ જશે. આ એકમ કાર્યરત થતા ખાદ્યતેલોની દૈનિક ઉત્પાદન ક્ષમતા ૧૦૦ ટનથી ૧૦૦૦ ટન સુધી વધી જશે.”

દેશવ્યાપી વિસ્તરણ ઉપરાંત, ગુલાબ ગ્રુપે પાછલા ૫ વર્ષમાં ગુલાબ ગુડનેસ, રિવાઇંડ સ્નેક્સ અને ટ્રુ સ્ટોરી લૉન્ચ કરી છે. આ તમામ બ્રાન્ડ મુખ્ય રીતે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત ગ્રાહકોને સ્વચ્છ અને ટકાઉ ખાદ્ય ઉત્પાદન ઉપલબ્ધ કરાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.